Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૩૩
'અર્થ,
ગાથા ૧૩૨માં શ્રીમદે કહ્યું કે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એકાંતે નિશ્ચયનય ભૂમિકા
1 કે એકાંતે વ્યવહારનય કહ્યો નથી. બને નય જ્યાં જેમ ઘટે તેમ પ્રયોજ્યા છે. આ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં કશે પણ એકાંતે નિશ્ચયનયની વાત કે એકાંતે વ્યવહારનયની વાત છે એમ ન સમજવું.
સાચા વ્યવહાર અને સાચા નિશ્ચયની સંધિરૂપ મોક્ષમાર્ગ છે એમ બતાવી, શ્રીમદ્ હવે જેના વ્યવહાર અને નિશ્ચય ખોટા છે તેનું સ્વરૂપ બતાવે છે, જે સમજવાથી પોતામાં તેવો કોઈ દોષ હોય તો તે ટાળી દોષમુક્ત થઈ શકાય. વ્યવહારાભાસ તથા નિશ્ચયાભાસનો પરિચય કરાવતાં શ્રીમદ્ કહે છે –
ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ગાથા
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર.” (૧૩૩) ગચ્છ મતની કલ્પના છે તે સદવ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં
1 કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે; જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાધન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩)
તે વ્યવહાર અને નિશ્ચય પોતપોતાનાં સ્થાને સમાન ઉપકારક છે એમ દર્શાવી, ભાવાય તેથી વિપરીત એવા વ્યવહારાભાસ અને નિશ્ચયાભાસનું વર્ણન કરતાં શ્રીમદ્ કહે છે કે ધર્મના નામે જે અહંભાવ, મમત્વભાવ, હઠાગ્રહાદિ થઈ જાય છે તે સર્વ ગચ્છ-મતની કલ્પના છે અને તેનાથી કદાપિ આત્માનું અંશે પણ હિત થતું નથી, માટે તેને સદ્વ્યવહાર ન ગણી શકાય; તો બીજી બાજુ જ્યાં સ્વરૂપનું ભાન ન હોય, દેહાધ્યાસ વર્તતો હોય, વિષયની તીવ્ર આસક્તિ હોય, કષાયની પ્રબળતા હોય, અંતરંગ વૈરાગ્યનો અભાવ હોય અને નિશ્ચયને માત્ર કથનમાં રહી સ્વચ્છેદે પ્રવર્તન થતું હોય. તે નિશ્ચય પણ સારભૂત નથી.
આ ગચ્છ સાચો અને આ ગચ્છ ખોટો, આ મત સાચો અને આ મત ખોટો, આ ક્રિયા સાચી અને આ ક્રિયા ખોટી ઇત્યાદિ જે કલ્પના કરવામાં આવે છે તે સમ્યફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org