Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧ ૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નયની દૃષ્ટિ પોતાની વાતને મજબૂત રીતે રજૂ કરવા પ્રત્યે જ કેન્દ્રિત થતી હોય છે. પોતાની વાતને જોરદાર રીતે રજૂ કરવા જતાં તે બીજા નયના વિચારનું ખંડન કરવા માટે પ્રેરાય એમ પણ બને, પરંતુ એ ખંડન પરકીય નયના ખંડન માટેનું નથી હોતું, પણ સ્વમતના મંડન પૂરતું હોય છે. નિશ્ચયનય સ્વમતની પુષ્ટિ માટે - સ્વમતનું ખંડન કરવા વ્યવહારનયનું ખંડન પણ કરે છે અને વ્યવહારનય સ્વમતની પુષ્ટિ માટે - સ્વમતનું ખંડન કરવા નિશ્ચયનયનું ખંડન પણ કરે છે, પણ તેટલામાત્રથી એમ ન સમજી લેવું કે બન્ને નય એકબીજાને ધિક્કારી રહ્યા છે. ધિક્કારમાં પરિણમતું ખંડન તો ખંડન માટેનું જ ખંડન હોય છે, જ્યારે સ્વમંડનમાં પરિણમતું ખંડન એ મંડન માટેનું ખંડન હોય છે. આવી સ્થિતિ જ્યાં સુધી રહે ત્યાં સુધી જ તે નય છે, આંશિક સત્ય છે, પ્રમાણને પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્યારે કોઈ નય પરકીય નયનું ખંડન કરવા જતાં ધિક્કારની ભાવનામાં જ એ ખંડનને પરિણાવવાની ગંભીર ભૂલ કરી બેસે છે ત્યારે તે નય, નય મટી જઈને દુર્નય બની જાય છે, અસત્ય બની જાય છે. એના દ્વારા પૂર્ણ સત્ય - પ્રમાણની સન્મુખ થઈ શકાતું નથી.
જો જીવ જિનમતનું એટલે કે વીતરાગ અભિપ્રાયનું પ્રવર્તન કરવા ઇચ્છતો હોય તો તેણે વ્યવહાર અને નિશ્ચય એ બને નયમાંથી એકને પણ ન છોડવો જોઈએ, કેમ કે વ્યવહારનય વગર તીર્થનો - વ્યવહારમાર્ગનો નાશ થઈ જશે અને નિશ્ચયનય વિના તત્ત્વનો - વસ્તુનો નાશ થઈ જશે. વ્યવહાર નહીં હોય તો તીર્થનો લોપ થઈ જશે અને નિશ્ચય નહીં હોય તો તત્ત્વનો લોપ થઈ જશે. વ્યવહાર કે નિશ્ચય બેમાંથી એકને પણ છોડવાથી એકાંત પક્ષરૂપ મિથ્યાષ્ટિપણાનો પ્રસંગે ઉપસ્થિત થશે. બન્ને નય પ્રયોજનવાન છે, તેથી કોઈનો પણ નિષેધ કરવા યોગ્ય નથી. જેઓ નિશ્ચયનય અને વ્યવહારનયને અવિરોધથી જાણે છે, તેઓ સમસ્ત અધ્યાત્મશાસ્ત્રોના હૃદયને જાણવાવાળા અને શાશ્વત સુખને ભોગવવાવાળા બને છે. જે આ પ્રમાણે બને નય પોતપોતાના સ્થાને ઉપકારી છે. બન્ને નય પોતપોતાના સ્થાને કાર્યકારી છે.
આમ, નિશ્ચય અને વ્યવહારની અદ્ભુત સંધિ છે. માટે જ આ પાવનકારી ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયનય અને વ્યવહારનયને સાથે રાખીને કથન કર્યું છે. તેમાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, સમયસાર’ ની આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત ટીકા, ‘આત્મ
ખ્યાતિ', ગાથા ૧૨ની ટીકામાં અવતરણ કરેલી ગાથા 'जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुयह ।
एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तच्च ।।' ૨- જુઓ : આચાર્યશ્રી અમૃતચંદ્રદેવકૃત, ‘પુરુષાર્થસિદ્ધિ-ઉપાય', શ્લોક ૮
'व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः । प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org