Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન બહુલા પણ રતન કહ્યાં, જે એકલાં રે, માલા ન કહાય;
માલા રે માલા રે, એક સૂત્રે તે સાંકલ્યા રે. તિમ એકાકી નય સઘલા મિથ્યામતિ રે, મિલિયા સમકિતરૂપ;
કહીએ રે કહીએ રે, લહીએ સમ્મતિ સમ્મતિ રે. દોય પંખ વિણ પંખી, જિમ રથ વિણ દોય ચક્ર;
ન ચલે રે ન ચલે રે, તિમ શાસન નય બિહું વિના રે. આમ, શ્રીમદે નિશ્ચય અને વ્યવહાર જેમ છે તેમ યથાસ્થાને સમજવા અર્થે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ની આ ગાથામાં ઉપદેશ કર્યો છે. અનેકાંત સિદ્ધાંતનો આધારસ્તંભ જ એ છે કે વ્યવહાર અને નિશ્ચય બને પોતપોતાના સ્થાને સરખી રીતે ઉપકારક છે, તેથી જીવે કોઈ એક પક્ષનો મિથ્યા આગ્રહ સેવવો નહીં. એક જ ગાથામાં બન્ને નયની સાર્થકતા બતાવી અને સાથે સાથે કોઈ પણ પક્ષનો એકાંત આગ્રહ છોડવા માટે ઉપદેશ પણ કર્યો, તે શ્રીમદ્ભી અદ્ભુત શક્તિનો ખ્યાલ આપે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘નય નિશ્ચય એકાંતથી, એ જિન વચન વિરુદ્ધ, અનેકાંત સ્યાદ્વાદ છે, શ્રી જિન પ્રવચન શુદ્ધ. એ લક્ષે એકાંતથી, આમાં નથી કહેલ, વચન સર્વ સાપેક્ષ છે, અવિસંવાદ વસેલ. ક્રિયા જડત્વ જ ઇષ્ટ છે, મોહની રસ ભરેલ, એકાંતે વ્યવહાર નહિ, વચન વડે આવેલ. માટે જ્યાં જ્યાં જે ઘટે, તે તે ઉચિત ગણેલ, આત્મસિદ્ધિ આ શાસ્ત્રમાં, બન્ને સાથે રહેલ.૨
૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, ‘નિશ્ચય વ્યવહાર ગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન', ઢાળ
૧, કડી ૩-૭ (ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧, પૃ.૨૦૬-૨૦૧૭) ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા પર ૫-૫૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org