Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૨
૧ ૨૭
એકાંત નિશ્ચયનય કે એકાંત વ્યવહારનય કહ્યો નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, ત્યાં ત્યાં તે પ્રમાણે કહ્યું છે. ગાથા ૧૦૧માં કહ્યું કે “આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત', ગાથા ૧૧૭માં કહ્યું કે “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયજ્યોતિ, સુખધામ'. આમ જે કહ્યું છે તે શુદ્ધ નિશ્ચયનયનું કથન છે. વળી, આત્મા કર્મનો કર્તા છે, ભોક્તા છે એ આદિ જે કહ્યું તે વ્યવહારનયનું કથન છે. બહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી લખે
“એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ’ ..... વગેરે નિશ્ચયનયથી કહ્યું હતું તે એકાંતે સમજવાનું નથી. “છૂટે દેહાધ્યાસ તો....' એમાં “તો' મૂક્યો છે તે વ્યવહારની અપેક્ષા સૂચવે છે. આત્મા કર્તા છે, ભોક્તા છે એમ કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે. તે પણ એકાંતે કહ્યું નથી, નિશ્ચયના લક્ષપૂર્વક કહ્યું છે. સ્યાદ્વાદ પદ્ધતિ અનુસાર નિશ્ચય અને વ્યવહાર બન્નેને સાથે રાખીને આત્મસિદ્ધિમાં ઉપદેશ કર્યો છે. નિશ્ચયનયની વાત કહેતી વખતે વ્યવહાર ગૌણપણે લક્ષમાં હોય અને વ્યવહારનયની વાત કરતી વખતે નિશ્ચય ગૌણપણે લક્ષમાં હોય એમ સ્યાદ્વાદથી કહ્યું છે. જ્યાં જેમ ઘટે તેમ કહ્યું છે તેથી વાંચનારે પણ તે સમ્યક પ્રકારે સમજીને લક્ષમાં લેવું.”
નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાપેક્ષ સંબંધ છે. તેથી તે બન્નેનો સ્વીકાર કરી સમન્વય સાધવામાં જ આત્મકલ્યાણ છે. આત્મા સ્વભાવે શુદ્ધ છે, બુદ્ધ છે, અસંગ છે. આ નિશ્ચયનયનો વિષય છે. વર્તમાન અવસ્થાએ આત્મા અશુદ્ધ છે, ભાવકર્મ-દ્રવ્યકર્મનોકર્મના સંગયુક્ત મલિન છે. આ વ્યવહારનયનો વિષય છે. પોતાનો શુદ્ધ સ્વભાવ તે નિશ્ચયનયનો વિષય છે અને પોતાની પર્યાયમાં જે અશુદ્ધતા અને અલ્પતા છે તે વ્યવહારનયનો વિષય છે. આથી એમ ન સમજવું કે આત્મામાં આ બે નય છે, પરંતુ આનો અર્થ એમ છે કે આત્મસ્વરૂપનું પ્રતિપાદન બે પ્રકારે થાય છે - નિશ્ચયનયથી અને વ્યવહારનયથી.
નિશ્ચયનય અને વ્યવહારનય બને દ્વારા નિર્દિષ્ટ આત્મસ્વરૂપ જીવ જો સમજે નહીં તો તે મોક્ષમાર્ગે આગળ વધી શકતો નથી. જો જીવ એકલા શુદ્ધ સ્વભાવને જ પકડે અને અશુદ્ધ અવસ્થાનો નિષેધ કરે તો તેને શુદ્ધ દશા પ્રાપ્ત કરવાની જરૂર જ નથી લાગતી અને તે શુદ્ધતાના મિથ્યા ભ્રમમાં રાચ્યા કરે છે, માટે પર્યાયનું જ્ઞાન પણ આવશ્યક છે. જીવની અંદર એક પણ વૃત્તિ એવી ન હોવી જોઈએ જેનાથી તે અજાણ્યો હોય. પોતાની મલિનતાનું ભાન થાય તો તેની નિવૃત્તિનો પુરુષાર્થ ઊપડે છે. જીવને પોતાની મલિન અવસ્થાનું ભાન હોય પણ પોતાના શુદ્ધ સ્વભાવની ઓળખ ન હોય ૧- બ્રહ્મચારીજી શ્રી ગોવર્ધનદાસજી, ‘આત્મસિદ્ધિ વિવેચન', બીજી આવૃત્તિ, પૃ. ૧૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org