Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૨
૧૨૩ નિશ્ચયનય અને વ્યવહારનય વચ્ચે આવો ભેદ છે. છ દ્રવ્યો, તેના ગુણો અને તેની પર્યાયોનાં સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખત નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે છે, તો કોઈ વખત વ્યવહારનયને મુખ્ય કરીને નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવે છે. જીવ પોતે વિચાર કરે છે ત્યારે તેમાં પણ કોઈ વખત નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખત વ્યવહારનયની મુખ્યતા હોય છે. પ્રયોજનાનુસાર મુખ્યતા-ગૌણતા કરવામાં આવે છે.
સંસારી આત્માને સમજવા માટે બને નયની જરૂર પડે છે. નિશ્ચયનયથી આત્મા પરદ્રવ્યથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન સ્વયંસિદ્ધ વસ્તુ છે. વ્યવહારનયથી શરીરાદિ પદ્રવ્યોની સાપેક્ષતા વડે નર, નારકી, પૃથ્વીકાયાદિરૂપ જીવના ભેદ કરી “મનુષ્ય છે', નારકી છે', પૃથ્વીકાય છે' ઇત્યાદિ પ્રકારે આત્માની ઓળખાણ થાય છે. કોઈ આત્મા મનુષ્યદેહમાં હોય તેને નિશ્ચયનય શુદ્ધ આત્મા કહે છે અને વ્યવહારનય તે તિર્યંચના દેહમાં નથી, પણ મનુષ્યના દેહમાં છે એનું ભાન કરાવવા તેને મનુષ્ય કહે છે. “આ આત્મા સાથે મનુષ્ય શરીરનો સંયોગ છે, માટે તે મનુષ્ય છે અને તિર્યંચ નથી' એમ વ્યવહારનય કથન કરે છે. વ્યવહારનય દેહ અને આત્મામાં એકત્વ સ્થાપિત કરે છે, જ્યારે નિશ્ચયનય એનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. તે એમ કહે છે કે જીવ અને દેહ કદાપિ એક ન થઈ શકે.
વ્યવહારનય દેહાદિના સંયોગમાં રહેલ આત્માને અશુદ્ધાત્મા કહે છે, જ્યારે નિશ્ચયનય તે સંયોગમાં રહેલા આત્માને શુદ્ધરૂપે ઓળખે છે. સુવર્ણ અને માટીના દૃષ્ટાંતે આ વાત સ્પષ્ટપણે સમજાશે. અન્યદ્રવ્ય(માટી મિશ્રિત સુવર્ણને ‘અશુદ્ધ સુવર્ણ' કહેવું તે વ્યવહારદષ્ટિ છે. તે માટીમિશ્રિત સુવર્ણમાં રહેલા શુદ્ધ સુવર્ણને ઓળખવું તે નિશ્ચયદષ્ટિ છે. તેવી જ રીતે અન્ય દ્રવ્ય - શરીરાદિના યોગે ચિકૂપને ‘અશુદ્ધાત્મા' કહેવો તે વ્યવહારદષ્ટિ છે. તે સંયોગમાં રહેલા શુદ્ધ આત્મદ્રવ્યને શુદ્ધરૂપે ઓળખવું તે નિશ્ચયષ્ટિ છે. સોનું વર્ષો પર્યત માટીમાં પડી રહે છતાં તેના ગુણધર્મો બદલાઈ જતા નથી. તે તો નિર્લેપ જ રહે છે. તેના સ્વભાવમાં માટીના કારણે કોઈ હાનિ થતી નથી, માટે જ માટીનો સંયોગ હોવા છતાં પણ તેનું મૂલ્ય બિલકુલ ઘટવા પામતું નથી. તેવી જ રીતે અનાદિથી દેહાદિનો સંયોગ હોવા છતાં આત્માના અલિપ્ત સ્વભાવમાં તે ૧- જુઓ : ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજીરચિત, ‘તત્ત્વજ્ઞાનતરંગિણી', અધ્યાય ૭, શ્લોક ૧૦,૧૧
'अशुद्धं कथ्यते स्वर्णमन्यद्रव्येण मिश्रितं । व्यवहारं समाश्रित्य शुद्धं निश्चयतो यथा ।। युक्तं तथाऽन्यद्रव्येणाशुद्धं चिद्रूपमुच्यते । व्यवहारनयात् शुद्धं निश्चयात् पुनरेव तत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org