Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા--૧૩૨
૧૧૯
કયા ધર્મને વિષય બનાવવો એ વક્તાના અભિપ્રાય ઉપર નિર્ભર છે. વક્તા પોતાના અભિપ્રાય અનુસાર જ્યારે એક ધર્મનું કથન કરે છે ત્યારે કથનમાં એ ધર્મ મુખ્ય અને બીજા ધર્મ ગૌણ રહે છે. અનંત ધર્મોમાંથી જ્યારે જે ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે ત્યારે કથનમાં એ ધર્મ મુખ્ય અને બાકી બધા ધર્મ ગૌણ હોય છે. આ અપેક્ષાએ વક્તાના અભિપ્રાયને પણ નય કહેવાય છે.'
મુખ્ય ધર્મને વિવક્ષિત ધર્મ અને ગૌણ ધર્મને અવિવક્ષિત ધર્મ કહે છે. નયના કથનમાં અવિવક્ષિત ધર્મોની ગૌણતા જ અપેક્ષિત છે, નિષેધ નહીં. નય ગૌણ ધર્મનું નિરાકરણ નથી કરતો, માત્ર એના સંબંધમાં મૌન રહે છે. એના સંબંધમાં ત્યારે કંઈ કહેવામાં નથી આવતું. જો નિષેધ થાય તો તે નયને બદલે નયાભાસ બની જાય છે. આ મુખ્યતા અને ગૌણતા વસ્તુમાં વિદ્યમાન ધર્મોની અપેક્ષાએ નથી, પણ વક્તાની ઇચ્છાનુસાર હોય છે. વિપક્ષા-અવિવક્ષા વાણીના ભેદ છે, વસ્તુના નહીં. વસ્તુમાં તો સર્વ ધર્મ પ્રતિસમય વિદ્યમાન છે. તેમાં બધા ધર્મો એકીસાથે વિદ્યમાન રહે છે. તે ધર્મો તે વસ્તુમાં એકીસાથે અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનંત કાળ સુધી રહેશે. વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મોને પણ ધારણ કરવાની શક્તિ છે, માટે ધર્મોમાં મુખ્યગૌણનો કોઈ પ્રશ્ન જ નથી. તેને એકસાથે કહેવાનું સામર્થ્ય વાણીમાં નહીં હોવાના કારણે વાણીમાં વિવફા-અવિવક્ષા, મુખ્ય-ગૌણના ભેદ પડે છે. કથનમાં એક ધર્મ મુખ્ય હોય છે અને બીજા ધર્મ ગૌણ હોય છે. નય વસ્તુના એક ધર્મને પ્રગટ કરે છે, કારણ કે તે સમયે તે જ ધર્મની વિવેક્ષા રહે છે, બાકીના ધર્મોની નહીં. પરસ્પર વિરોધી ધર્મોને યુગપતું ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે પ્રમાણ છે અને તેને મુખ્ય-ગૌણ ભાવથી ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે નય છે.
જિનાગમોમાં વિભિન્ન સ્થાનો ઉપર વિભિન્ન અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને નયના ભેદ-પ્રભેદોનું વર્ગીકરણ કર્યું છે. કોઈ સ્થળે બે નયની ચર્ચા મળે છે, તો કોઈ સ્થળે સાત નયનો ઉલ્લેખ કર્યો છે, તો વળી કોઈ સ્થળે તેના અસંખ્યાતા ભેદ બતાવ્યા છે. ‘સન્મતિતક પ્રકરણ' માં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજી કહે છે કે જેટલા વચનમાર્ગો છે તેટલા નયવાદ છે. જેટલા વચનવિકલ્પ છે તેટલા જ નયના ભેદ છે. ‘સર્વાર્થસિદ્ધિ'માં ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ‘સ્યાદ્વાદ મંજરી', શ્લોક ૨૮ની ટીકા
'अनन्तधर्मत्वात् वस्तुनः तदेकधर्मपर्यवसितानां वस्तुरभिप्रायाणां च नयत्वात्।' ૨- જુઓ : શ્રી કાર્તિકેયસ્વામીકૃત, કાર્તિકેયાનુપ્રેક્ષા', ગાથા ૨૬૪
'णाणाधम्मजुदं पि य एयं धम्म पि वुच्चदे अत्थं ।
तस्सेयविवक्खादो पत्थि विवक्खा हु सेसाणं ।।' ૩- જુઓ - આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીકૃત, ‘સન્મતિતર્ક પ્રકરણ', કાંડ ૩, ગાથા ૪૭
'जावइया वयणवहा तावइया चेव होति णयवाया ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org