Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૩૨
ગાથા ૧૩૧માં શ્રીમદે કહ્યું કે નિશ્ચયનાં કથનો સાંભળીને સાધન તજવાં [22] ન જોઈએ, પણ નિશ્ચયને લક્ષમાં રાખી, યથાયોગ્ય સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપે પ્રાપ્ત કરવું જોઈએ. આમ, શ્રીમદે નિશ્ચય-વ્યવહારની સંધિરૂપ મોક્ષમાર્ગનું નિરૂપણ કર્યું.
- આત્માર્થી જીવ નિશ્ચય અને વ્યવહાર બન્નેનું યથાયોગ્ય મહત્ત્વ સમજીને, તે બન્નેની સમતુલા જાળવીને ઉત્તરોત્તર આત્મવિકાસ સાધે છે. પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે મોક્ષમાર્ગના પથિકો એ બન્નેની સમતુલા જાળવી શકતા નથી અને તેથી તેઓ નિશ્ચય કે વ્યવહારમાંથી કોઈ એકના પક્ષકાર બની જાય છે, જેના પરિણામે તેઓ મુક્તિપથ ઉપર પ્રગતિ કરી શકતા નથી. એકાંગી ધર્મારાધનથી કાર્યસિદ્ધિ થતી નથી, એ વાતને દઢ કરવા અર્થે શ્રીમદ્ આ ગાથામાં કહે છે -
નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; (ગાથા)
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.' (૧૩૨) અત્રે એકાંતે નિશ્ચયનય કહ્યો નથી, અથવા એકાંતે વ્યવહારનય કહ્યો નથી; બેય જ્યાં જ્યાં જેમ ઘટે તેમ સાથે રહ્યાં છે. (૧૩૨)
નિશ્ચય-વ્યવહારની સંધિનું મહત્ત્વ સ્પષ્ટપણે દર્શાવવા શ્રીમદ્ કહે છે કે ‘શ્રી ભાવાર્થ
આત્મસિદ્ધિ શાસ્ત્ર'માં નિશ્ચયનય કે વ્યવહારનયનું એકાંતે કથન કરવામાં આવ્યું નથી. આ ગ્રંથમાં બન્ને નય સાપેક્ષપણે જ્યાં જેમ ઘટે તેમ પ્રયોજ્યા છે. એકલું ત્રિકાળી સ્વરૂપ બતાવનારું જ્ઞાનપડખું આમાં કહ્યું નથી, તેમજ એકલું વર્તમાન પર્યાય બતાવનારું જ્ઞાનનું પડખું પણ કહ્યું નથી; પરંતુ નિશ્ચય અને વ્યવહાર બન્નેને જેમ છે તેમ કહેલ છે. જ્યાં જ્યાં, જેવા જેવા પ્રકારે ઘટતું હોય; ત્યાં ત્યાં, તેવા તેવા પ્રકારે તેનું અવિરોધપણે નિરૂપણ કરવામાં આવ્યું છે. આત્માર્થી જીવે બને નયથી આત્માનું સ્વરૂપ સમજી શુદ્ધાત્માનો પુરુષાર્થ આદરવા યોગ્ય છે, કારણ કે એ બન્નેમાંથી કોઈ પણ નયને એકાંતે ગ્રહણ કરવાથી જીવ માર્ગભષ્ટ થઈ જાય છે.
અનેકાંત સિદ્ધાંતનો આધારસ્તંભ જ એ છે કે વ્યવહાર અને નિશ્ચય બનેને પોતપોતાનાં સ્થાને સમાન ઉપકારક માનવામાં આવે. નય એ પ્રમાણનો અંશ છે, તેથી વ્યવહાર અને નિશ્ચય એ બન્ને પ્રમાણના અંશરૂપ છે. બન્ને પોતપોતાના સ્થાનમાં
અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org