Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૩૧
- ગાથા ૧૩૦માં શ્રીમદે કહ્યું કે જે જીવ પરમાર્થને ઇચ્છતો હોય તેણે સત્ય ભૂમિકા
1 પુરુષાર્થ કરવો જોઈએ અને ભવસ્થિતિ આદિ ખોટાં અવલંબન લઈને આત્મલાભ ગુમાવવો ન જોઈએ. પાંચ સમવાય કારણોમાંથી માત્ર એકને એકાંતે સ્વીકારી, અન્ય કારણોનો નિષેધ કરતાં આત્મકલ્યાણથી વંચિત રહેવાય છે એમ બતાવી શ્રીમદે હીનપુરુષાર્થી જીવોને સચોટ માર્ગદર્શન આપ્યું છે. હવે ગાથા ૧૩૧ થી ૧૩૪માં જીવનો એકાંત માન્યતાનો દોષ બતાવતાં કહે છે કે એકાંત વ્યવહાર કે એકાંત નિશ્ચય કાર્યકારી નથી, પણ બન્નેનો સમન્વયાત્મક દૃષ્ટિકોણ જ મોક્ષમાર્ગે ઉપકારી નીવડે છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં જ શ્રીમદે એકાંત ક્રિયા અને એકાંત જ્ઞાનને માનનાર ક્રિયાજડ તથા શુષ્કજ્ઞાનીનો ઉલ્લેખ કરી, એ બને ભૂલેલા છે - “મમાં છે, મોક્ષમાર્ગથી દૂર છે એમ બતાવ્યું હતું. ક્રિયાજડ જીવ વ્યવહારનો કદાગ્રહ કરી નિશ્ચયનો દુર્લક્ષ કરે છે તથા શુષ્કજ્ઞાની નિશ્ચયને જ વળગી રહી વ્યવહારનો નિષેધ કરે છે અને બને પોતે મોક્ષમાર્ગને આરાધે છે એમ માને છે. અનેકાંતદષ્ટિએ જોઈએ તો આ બને એકાંતપક્ષવાદી કેવળ સ્વચ્છેદે વર્તે છે અને તેથી બને ખોટા છે. આવા ક્રિયાજડ અને શુષ્કશાની જીવોનું વર્તમાન કાળમાં બાહુલ્ય જોવામાં આવતાં શ્રીમદે ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં કહ્યું હતું કે આ બન્ને પ્રકારના જીવો પોતાને મોક્ષમાર્ગમાં માને છે, તેથી “કરુણા ઊપજે જોઈને મતાર્થીના વિભાગમાં પણ શ્રીમદે આ બન્ને પ્રકારના જીવોની માન્યતા અને પ્રવર્તના વિષે સૂક્ષ્મતાથી વિસ્તાર કર્યો હતો, જે આ વિષયની ગંભીરતા સૂચવે છે.
પ્રસ્તુત ગાથામાં એકાંત નિશ્ચયવાદી, અર્થાત્ જેઓ નિશ્ચયને એકાંતે ગ્રહણ કરી મોક્ષમાર્ગથી વિમુખ છે, તેવા જીવોને મોક્ષમાર્ગસન્મુખ થવાનો બોધ કર્યો છે. શ્રીમદે અગાઉ શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ દર્શાવતાં તેમની માન્યતા અને પ્રવર્તનામાં રહેલા દોષો બતાવ્યા હતા. હવે તે દોષોને ટાળવાનો ઉપાય દર્શાવતાં કહે છે –
“નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; ગાથા |
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' (૧૩૧) ૧- “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરણા ઊપજે જોઈ.” (“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org