Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૧
આવે છે. પિત્તળને પ્રશસ્ત વિશેષણ લગાડીને તેને ‘પ્રશસ્ત પિત્તળ’ એમ કહેવામાં આવે તેથી કાંઈ તે સુવર્ણની જાતમાં તો ન જ આવે. તેમ શુભ ભાવના રાગને પ્રશસ્ત વિશેષણ લગાડવામાં આવે તો તેથી કાંઈ તે અકષાયી શુદ્ધ ભાવની જાતમાં નથી આવી જતો. શુભ ભાવ પણ કષાય જ છે અને તેથી તે હેય જ છે. જો શુભ ભાવને ઉપાદેય માનવામાં આવે તો કષાય કરવાનું જ શ્રદ્ધાન રહે, માટે શુદ્ધ ભાવની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અશુભ ભાવ ટાળી શુભ ભાવનો પુરુષાર્થ કરવો જોઈએ અને શ્રદ્ધાનમાં તો શુભ ભાવને હેય જ માનવો જોઈએ. શુભ ભાવથી પણ આગળ વધીને કષાય વગરનો શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરવો જોઈએ.
6)
કોઈ જીવ અશુભ ભાવ છોડીને શુભ ભાવ કરે તો જ્ઞાનીપુરુષો તેને તેમ કરવાની ના નથી કહેતા. અશુભ ટાળીને શુભમાં અટકી રહેવાની, તેમાં જ સંતોષાઈ જવાની તેઓ ના કહે છે. કેટલાક જીવો અશુભ ભાવને હેય જાણે છે અને શુભ ભાવને ઉપાદેય માની તેમાં અટકી રહે છે; પરંતુ એનાથી આત્મકલ્યાણ નથી થતું, ધર્મ નથી થતો. તે દેવ ગતિનો માર્ગ છે, મોક્ષનો માર્ગ નથી. તેથી મોક્ષમાર્ગે પ્રયાણ કરવા માટે જીવે અશુભને ટાળી શુભમાં અટકવું ન જોઈએ, પરંતુ શુભને પણ ટાળી શુદ્ધ ભાવ પ્રગટાવવો જોઈએ.
સાધક અવસ્થાની પ્રથમ ભૂમિકામાં શુદ્ધ સ્વરૂપના લક્ષે આરંભાતી ધર્મક્રિયાઓથી અશુભ ભાવ ટળે છે અને તે જીવ શુભ ભાવમાં આવે છે. મોક્ષમાર્ગની સાચી સમજણ હોવાથી તે શુભ ભાવમાં કૃતકૃત્યતા માનતો નથી, પણ શુદ્ધ ભાવમાં સ્થિર થવાના પુરુષાર્થમાં જ લાગેલો રહે છે. તેને કક્ષાનુસાર શુભ ભાવ થાય જ છે. સાધકદશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી, પણ તેમાં તે સંતોષાઈ જતો નથી અને આગળ વધી શુદ્ધ ભાવ પ્રગટાવે છે.
સાધકને શ્રદ્ધાનમાં શુભ અને અશુભ બન્ને ભાવ હેય હોય છે અને માત્ર શુદ્ધ ભાવ જ ઉપાદેય હોય છે, છતાં પણ તે શુભ ભાવમાં કારણભૂત એવી ધર્મક્રિયાઓનો ક્યારે પણ નિષેધ કરતો નથી. તે જાણે છે કે જો શુભ ભાવના કારણરૂપ ધર્મક્રિયાઓ નહીં કરું તો શુદ્ધ ભાવ તો પ્રાપ્ત નહીં થાય, કિંતુ શુભ ભાવ પણ પ્રાપ્ત નહીં થાય; કેવળ અશુભ ભાવમાં જ રમમાણ રહેવાશે.
Jain Education International
શુદ્ધોપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ નથી એવો જીવ જો શુભોપયોગરૂપ વ્યવહાર છોડી દે અને અશુભોપયોગમાં જ સ્વચ્છંદે પ્રવર્તે, તો તે નરક-નિગોદાદિ ગતિને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે. માટે શુભ ક્રિયાઓનો નિષેધ ન કરવો જોઈએ. શુદ્ધોપયોગની પ્રાપ્તિ માટે શુભ ક્રિયાઓનું યથાયોગ્ય સેવન કરવું જરૂરી છે. મોક્ષમાર્ગની સાધના માટે વ્રત, શીલ, સંયમ, દયા, જપ, તપ, પૂજન આદિનું અવલંબન
For Private & Personal Use Only
www.jainelibrary.org