Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
८८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સિક્કાની બે બાજુઓ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહારનય મિથ્યા છે અને વ્યવહારનયની દૃષ્ટિએ નિશ્ચયનય મિથ્યા છે, પરંતુ આ બન્ને નય પ્રમાણનો - સત્યનો માત્ર એક એક અંશ છે, પૂર્ણ સત્ય નહીં. જે જીવ એકાંતે નિશ્ચયનયની વાતો કરી સવ્યવહારની ઉપેક્ષા કરે છે, તે જીવ નિશ્ચય-વ્યવહારની સમતુલામાં માનનાર એવા જિનમતના નામે ઉન્માર્ગે પ્રવર્તન કરે છે અને કરાવે છે. નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યવહારનય ભલે મિથ્યા હોય પણ તે સર્વથા મિથ્યા નથી.
નિશ્ચય-વ્યવહારની સમતુલા જાળવવામાં ન આવે અને માત્ર નિશ્ચયનયનો આગ્રહ કરવામાં આવે તો નિશ્ચયનય એકાંતના કારણે દૂષિત બની જતાં દુર્નય બની જાય છે. જિનદર્શન તો સુનયોના સમૂહરૂપ પ્રમાણદર્શન છે, નહીં કે દુર્નયોના સમૂહરૂપ અપ્રામાણિક દર્શન. એની વાત સારી અને સાચી હોવા છતાં જ્યાં એની વાતમાં કાર જોડવામાં આવે છે ત્યાં એ દુર્નય બની જાય છે. બીજા નય પ્રત્યેનો ધિક્કારભાવ વ્યક્ત થતો હોવાથી એ મિથ્યા કરે છે, અર્થાતુ નિશ્ચયનયની વાતો જો વ્યવહારનયના મંતવ્યો પ્રત્યેના ધિક્કારમાં પરિણમાવી દેવામાં આવે તો જિનશાસ્ત્રોની જ એ વાતો ઉસૂત્ર વચનો બની જાય છે. એ પ્રરૂપણા ઉત્સુત્ર પ્રરૂપણા કહેવાય છે. એ વાતો જિનશાસનની રહેતી જ નથી. જેમ ગુલાબના ફૂલની માળા કાદવમાં પડે તો તે ગળામાં ધારણ કરવા યોગ્ય રહેતી નથી, તેમ એકાંતથી દૂષિત નય આત્માનું કલ્યાણ કરવા યોગ્ય રહેતો નથી. એકાંતને પંચ પ્રકારના મિથ્યાત્વમાંનો એક પ્રકાર ગણવામાં આવે છે.'
માટે જિનમતની નિશ્ચય અને વ્યવહારની વાતોમાંથી - સત્યના સિક્કાની બે બાજુઓમાંથી - એક જ માન્ય કરવી અને બીજીને સાવ વખોડી નાંખવી તે યોગ્ય નથી. એકાંત નિશ્ચયવાદી જીવ આગળ ઉપર જણાવેલ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના કથનને લઈને એકાંત માન્યતાનું સમર્થન કરે છે, પણ તે જ મહાપુરુષે અન્ય સ્થળે કહ્યું
નિશ્ચયદષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર;
પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.૨ અર્થ - જે નિશ્ચયનયને હૃદયમાં ધરીને, એટલે કે નિશ્ચયનયના મર્મને સત્ય સ્વરૂપે સમજીને વ્યવહાર પાળે, તે પુણ્યવંત પ્રાણી ભવસમુદ્રનો પાર પામશે.
વળી, અન્ય સ્થળે પણ તેમણે સ્પષ્ટ કથન કર્યું છે કે જેમ જેમ આત્મા અંતરંગ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘બારસ અણુવેખા’ ગાથા ૪૮
“ વિનવવરિયસંસયમUOTTwifમરિ દવે પંઘ ” ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૫, કડી ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org