Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૧ એકાંતવાદમાં ફસાઈ જાય છે. ઉન્માર્ગે ચાલતા આવા ભદ્રિક જીવો પોતે મોક્ષમાર્ગે છે એમ માની સંતોષ અનુભવે છે. એક ઉદાહરણ વડે આ વાતને સમજીએ. ‘સવાસો ગાથાના સ્તવન માં એક સ્થળે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે –
“કષ્ટ કરો સંજમ ધરો, ગાલો નિજ દેહ;
જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખનો છેહ. અર્થ – કેશલોચાદિ કષ્ટ ક્રિયાઓ કરો, ઉગ્ર સંયમ ચારિત્ર ક્રિયા ધારણ કરો, પોતાનું શરીર તપસ્યા કરી ગાળી નાખો, પણ જ્ઞાનદશા વિના જીવનાં દુઃખનો છેડો, દુઃખનો નાશ નથી.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના આ વચનનો ખોટી રીતે આધાર લઈને એકાંત નિશ્ચયવાદી જીવ જોરશોરથી પ્રરૂપણા કરે છે કે દુઃખનો અંત લાવવા માટે તપ, ત્યાગ, સંયમાદિની કશી જરૂર નથી. આત્માના કલ્યાણ માટે આત્માને ઓળખવો જોઈએ, સ્વરૂપની વિચારણામાં રહેવું જોઈએ. તે ધર્મગ્રંથોનાં કથનોની આવી રીતે સાક્ષી આપી, પોતાની વાતને લોકો સામે રજૂ કરે છે. આવા જીવને મોટી સંખ્યામાં અનુયાયી વર્ગ પણ મળી જાય છે, કેમ કે એકાંત નિશ્ચયનયવાદનું અવલંબન લેવાથી તપ-ત્યાગાદિ કષ્ટભરી ક્રિયાઓને તિલાંજલિ દઈને પણ ધર્મી તરીકે ગણાવાનું મોટું પ્રલોભક તત્ત્વ પડેલું છે. સાવ અજ્ઞાની અને જડ લોકો એકાંત નિશ્ચયવાદીની એ વાત માની લે છે અને સદ્વ્યવહારનો લોપ કરે છે અને પોતાને ધર્મ માને છે. તેમને ક્યાંથી ખબર હોય કે એ વાક્ય તો માત્ર બાહ્ય વ્યવહારમાં રમમાણ રહેતા હોય તેવા જીવોને નિશ્ચયનો લક્ષ કરાવવા માટે ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉચ્ચાર્યું છે, સદ્વ્યવહારના નિષેધ માટે નહીં. જ્યાં વ્યવહાર જ એકલો જોવા મળે ત્યાં આવાં કથનો કહીને જ્ઞાની ભગવંતો નિશ્ચયનો લક્ષ જાગૃત કરાવે છે, કેમ કે એકલા વ્યવહારથી કલ્યાણ નથી. તે કથનોમાં વ્યવહારની ઉપેક્ષા કરવાનો આશય જરા પણ હોતો નથી. આમ, જે વાક્ય બાહ્ય વ્યવહાર તરફ એકાંતે ઢળી પડેલા જીવોની સમતુલા જાળવવાની અપેક્ષાએ રજૂ કરવામાં આવ્યું હોય, તે વાક્યને કોઈ પણ પ્રકારનો શુભ વ્યવહાર ન પાળતા જીવોની સામે રજૂ કરી, તેમને ઉન્માર્ગે લઈ જવાથી તેમનું ભવભ્રમણ ઘટવાને બદલે વધી જાય છે.
જ્ઞાનીનાં વચનોમાંથી માત્ર મનફાવતું વચન સંદર્ભ વિના ઊંચકવું અને તેની અપેક્ષા સમજ્યા કે સમજાવ્યા વગર, ધર્મ સાંભળવા આવેલા મુગ્ધ જીવો સામે રજૂ કરવું તે જિનમતના નયને એકાંતથી દૂષિત કરવા બરાબર છે. જિનમત તો નિશ્ચયવ્યવહાર ઉભય સંમિલિત મત છે. નિશ્ચય અને વ્યવહાર તો જિનમતના સત્યના ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, ‘સવાસો ગાથાનું સ્તવન', ઢાળ ૩, કડી ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org