Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
અર્થ
આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે એવી નિશ્ચયમુખ્ય વાણી સાંભળીને સાધન તજવાં યોગ્ય નથી. પણ તથારૂપ નિશ્ચય લક્ષમાં રાખી સાધન કરીને તે નિશ્ચયસ્વરૂપ પ્રાપ્ત કરવું. (૧૩૧)
વ્યવહાર અને નિશ્ચયની યથાર્થ સમજણના અભાવે એકાંત પક્ષને પકડી ભાવાર્થ જીવ માર્ગભ્રષ્ટ થાય છે અને ગંતવ્ય સ્થાનથી વધુ ને વધુ દૂર થતો જાય છે, માટે મોક્ષમાર્ગે ચાલતા જીવે માર્ગ માટે પૂરેપૂરી ચોકસાઈ રાખવી જોઈએ તથા દિશાચૂક ન થાય તે માટે અત્યંત જાગૃતિ રાખવી જોઈએ. નિશ્ચય અને વ્યવહારનો સુંદર સુમેળ સાધનારી આ ગાથામાં શ્રીમદ્ જણાવે છે કે ‘આત્મા અબંધ છે, શુદ્ધ છે' એવું નિશ્ચયનયનું કથન કરનારી વાણી સાંભળીને, પરમાર્થને સાધનારાં એવાં વ્યવહાર સાધન છોડવાં ન જોઈએ. શુદ્ધ સ્વરૂપને લક્ષમાં રાખીને સાધન કરવાથી સાધ્ય સધાય છે.
૮૨
શુષ્કજ્ઞાનીઓ (એકાંત નિશ્ચયવાદીઓ) નિશ્ચયને કેવળ શબ્દમાં પકડે છે, તેથી તેઓ નિશ્ચયની વાતો કરે છે, પણ તેના હાર્દને પામી શકતા નથી અને યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનો પરમાર્થસાધનામાં ઉપકારી હોવા છતાં પણ તેનો નિષેધ કરે છે અને મોહભાવમાં પ્રવર્તે છે. તેઓ વિવેકહીન થઈને સ્વચ્છંદપોષણ, આચારહીનતા કે કોરા બુદ્ધિવિલાસ તરફ વળી જઈ વ્યવહારની ઉપેક્ષા કરે છે અને તેથી શુદ્ધ સ્વભાવ પ્રગટાવવાના સત્ય પુરુષાર્થથી વંચિત થઈ ભવભ્રમણ વધારે છે. તેઓ પોતાને અસંગ, અબંધ, શુદ્ધ માને છે. જો કે આ વાત નિશ્ચયનયથી સત્ય છે, પરંતુ તેમની વર્તમાન દશા અશુદ્ધ છે, બંધવાળી છે એ વાત પણ વ્યવહારનયથી તેટલી જ સત્ય છે. તે અશુદ્ધતા ટાળવા અર્થે નિશ્ચયના લક્ષપૂર્વક સત્સંગ, ભક્તિ, વ્રત, તપ વગેરે સત્તાધન અવશ્ય આદરવાં જોઈએ. જ્યાં જવાનું હોય તે ગામનું લક્ષ રાખીને જેમ તે દિશામાં ગાડી ચલાવાય છે, તેમ નિશ્ચયદૃષ્ટિ લક્ષમાં રાખીને, સત્સાધનનો ઉપયોગ કરી સાધ્ય સાધવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ રીતે નિશ્ચય અને વ્યવહારના સમન્વયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ તત્ત્વગંભીર ગાથાનો આશય સમજવા અર્થે નિશ્ચયનું સ્વરૂપ, વિશેષાર્થ વ્યવહારનું સ્વરૂપ અને નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષ સ્વરૂપ વિચારવા યોગ્ય છે. વસ્તુ યથાર્થપણે જેમ હોય તેમ જાણવી-કહેવી તે નિશ્ચય. પરની અપેક્ષા વગર જેમ છે તેમ યથાર્થપણે જાણવું-કહેવું તે નિશ્ચય. ત્રણે કાળમાં જે ન ફરે એવો નિશ્ચિત સિદ્ધાંત તે નિશ્ચય. જેમ બે ને બે ચાર થાય, તે ગમે તે દેશમાં કે ગમે તે કાળમાં ફરે નહીં; તેમ ચેતન અને જડ ત્રણે કાળમાં ભિન્ન વસ્તુ છે, ચેતન તે ચેતન છે અને જડ તે જડ છે, ચેતન મટીને જડ થાય નહીં અને જડ મટીને ચેતન થાય નહીં એ નિશ્ચિત સિદ્ધાંત ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે કાળમાં ફરે નહીં. આત્મા શુદ્ધ, દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org