Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૬૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જ હોય, તેમાં કશે પણ પુરુષાર્થની ઉપેક્ષા ન હોય. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું તાત્પર્ય પણ જ્ઞાયકભાવની પુષ્ટિ છે. તે કંઈ પુરુષાર્થના નિષેધ માટે નથી. જે જીવને ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થાય છે, તે જીવ જ્ઞાતા-દ્રષ્ટા થાય છે. કેવળજ્ઞાની ભગવંતે જેમ જામ્યું છે તેમ જ થવાનું છે' એ સિદ્ધાંત હૃદયમાં બેસતાં જીવ જ્ઞાતાપણાનો પુરુષાર્થ કરે છે.
સર્વજ્ઞતા અને ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ નિર્ણયથી જીવ પોતાના ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકદ્રવ્યની સન્મુખ થાય છે. સર્વજ્ઞતાના અને ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયથી જીવને સમજાય છે કે “જગતનાં પરિણમનમાં હું કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી'; અને તેથી તેનો ઉપયોગ જગતથી ખસીને સહેજે આત્મસન્મુખ થાય છે. સર્વજ્ઞ દીઠું છે એમ જ, જે કાળે જે પર્યાય થવાની હોય તે, તે કાળે જ થાય છે, આઘી-પાછી નહીં, એવું નક્કી થતાં તે અંતર્મુખ થાય છે. દરેક દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે અને ભગવાનના કેવળજ્ઞાનમાં તે વર્તમાનવત્ જણાઈ રહી છે એવો સ્વીકાર થતાં વ્યર્થ વિકલ્પો ઊઠતા નથી, કર્તુત્વનો અહંકાર ગળી જાય છે, સહજ જ્ઞાતા-દ્રષ્ટાપણાનો પુરુષાર્થ જાગૃત થાય છે. તેનું કર્તબુદ્ધિનું મિથ્યાભિમાન ઓગળી જાય છે અને જ્ઞાયકપણાનો સાચો પુરુષાર્થ થાય છે. વસ્તુનું પરિણમન નિશ્ચિત છે અને તેમ તે નિરંતર પરિણમે છે, માટે તેમાં કર્તાપણાની બુદ્ધિ કરવી વ્યર્થ છે - આવા વિચારથી તે કર્તાપણાના વિકલ્પો શમાવે છે. કોઈ દ્રવ્યને ફેરવવાની બુદ્ધિ જ્યાં રહેતી નથી, ત્યાં જ્ઞાન સ્વભાવમાં ઠરે છે અને તે જીવની અલ્પ કાળમાં મુક્તિ થાય છે.
| સર્વજ્ઞતા તથા ક્રમબદ્ધ પર્યાયનાં કથનોનો આશય જીવની પરની કર્તા બુદ્ધિ તોડવાનો છે. તે કથનોનો ઉદ્દેશ પરકર્તુત્વનો નિષેધ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા-હર્તા-ધર્તા નથી એ માન્યતા જૈન દર્શનનો મૂળ આધાર છે. અનાદિથી અજ્ઞાની જીવ હું આ કરી શકું છું, મેં આ કર્યું ત્યારે જ થયું' એવા પરની કર્તુત્વબુદ્ધિના અહંકારથી પિડાય છે. અનાદિ કાળથી તે જગતના પરિણમનને પોતાની ઇચ્છાનુસાર કરવાની ચેષ્ટા કરી વ્યાકુળ થાય છે. તે પરમાં ફેરફાર કરવાના વિકલ્પમાં જ ગૂંચવાયેલો રહે છે. જેવો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય છે કે તેની કર્તા બુદ્ધિ તૂટી પડે છે. સદ્દગુરુના ઉપદેશથી ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય યથાર્થપણે નિશ્ચિત થતાં ‘હું કરું છું' એવી કર્તુત્વભાવના છૂટી જાય છે અને જ્ઞાતાપણાનો પુરુષાર્થ જાગૃત થાય છે. કોઈ પ્રકારનો ફેરફાર સંભવ નથી એવી પ્રતીતિ થતાં દષ્ટિ સ્વભાવ તરફ ઢળી જાય છે. પરંતુ જો તે જ્ઞાનસ્વભાવની સન્મુખતાનો પુરુષાર્થ ન કરતો હોય તો તે ભલે ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે, પણ તેનો નિર્ણય સાચો નથી. જેને પરમાં ફેરફાર કરવાની બુદ્ધિ થતી હોય તેને ક્રમબદ્ધ પર્યાયની વાત બરાબર સમજાઈ નથી. પરમાં ઇચ્છાનુકૂળ ફેરફાર કરવાનો બોજો જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org