Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૭૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સેવવા યોગ્ય નથી. મિથ્યા અવલંબન રહીને આત્માર્થ ચૂકી જવો યોગ્ય નથી. અજ્ઞાની જીવ ભવસ્થિતિ વગેરેની વાતો સાંભળીને ગળિયા બળદ જેવો થઈ સંસારમાં બેસી રહે છે. પુરુષાર્થરૂપી ટાંગાને થંભાવી દે છે. તે કર્મ વગેરેની આધીનતાની ઢીલી વાતો કરીને પુરુષાર્થની અવગણના કરે છે. જો જીવ પુરુષાર્થ કરે તો તેનાં અનંત કાળનાં કર્મને પણ એક જ ભવમાં, એક જ અંતર્મુહૂર્તમાં ખપાવવાનું સામર્થ્ય આત્મામાં છે, માત્ર આત્મા જાગવો જોઈએ. ડૉ. ભગવાનદાસ મહેતા આ ગાથા વિષે લખે છે –
“આ કર્મનિબદ્ધ આત્માના (પુરુષના) પુરુષાર્થનો માર્ગ સદાય સાવ ખુલ્લો પડ્યો છે. ભાવસ્થિતિ આદિ ખોટાં ન્હાનાં છોડી દઈ જીવ સત્ય પુરુષાર્થ કરે એટલી જ વાર છે. આ અનંત શક્તિના સ્વામી પુરુષ-સિંહનો ‘હુંકાર કર્મ-શૃંગાલને નસાડવા માટે બસ છે! માત્ર આત્મા ઊઠવો જોઈએ. આ શાસ્ત્રકાર શ્રીમદે વચનામૃતમાં વીરગર્જના કરી છે તેમ “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ' ઉત્તિોત્તિ નાગ્રત | મોહનિદ્રામાંથી જાગેલો આત્મા વિવેકખ્યાતિ વડે પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પામી વિભાવરૂપ અધર્મને ત્યજી આત્મસ્વભાવરૂપ સનાતન આત્મધર્મને ભજે, તો અવશ્ય મોક્ષ પામે, “પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન થાય' એ જ અત્રે પ્રસ્તુત સૂત્રમાં શાસ્ત્રકારે પ્રકામ્યું છે.' આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘જો ઇચ્છો પરમાર્થ તો, સદ્ગુરુ યોગે શુદ્ધ; આશયથી આત્માર્થનો, લાભ ઇચ્છી અવિરુદ્ધ. પ્રમત્તભાવ હઠાવીને, કરો સત્ય પુરુષાર્થ; વધતી જિજ્ઞાસા વડે, પામો નિજ તત્ત્વાર્થ. હશે થવાનું તે થશે, તથા ભવ્ય પરિપાક; ભવસ્થિતિ આદિ નામ લઈ, ચઢો નહીં ભવચાક. મંદપણું પરિણામનું, કરી અનાદર સ્વાર્થ; સત્ય સુખ બેદરકારથી, છેદો નહિ આત્માર્થ.'૨
*
*
*
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૫૦૬-૫૦૭ ૨- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૭ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ' , ગાથા ૫૧૭-૫૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org