Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૦
૭૧ કાળ મોક્ષ થવા માટે જોઈએ નહીં, કારણ કે પુરુષાર્થનું બળ કર્મો કરતાં વધુ છે. કેટલાક જીવો બે ઘડીમાં કલ્યાણ કરી ગયા છે!”
પરમાર્થની ઇચ્છા નથી એવા જીવને, કર્મોનો બે ઘડીમાં ક્ષય કરી શકવામાં સમર્થ એવા પોતાના બળવાન આત્માની શક્તિમાં શ્રદ્ધા નથી, પણ કર્મના બળવાનપણાની શ્રદ્ધા છે. આવી વિપરીત માન્યતાના કારણે જીવ પુરુષાર્થહીન થાય છે, પરંતુ પરમાર્થની ઇચ્છાવાળા મુમુક્ષુ જીવને સદ્ગુરુ દ્વારા અનંત વીર્યવાન આત્મસ્વરૂપનો નિર્ણય થયો હોય છે અને તે નિષ્ઠાપૂર્વક સત્ય પુરુષાર્થ કરતો રહે છે. આત્માની
સ્વાધીનતા અને અનંત શક્તિનો નિશ્ચય થયો હોવાથી તેની દષ્ટિ કર્મ ઉપર નથી હોતી. તે સ્વાત્માભિમુખ રહેવાનો, પોતાના શુદ્ધાત્મસ્વરૂપના અનુસંધાનના પ્રયત્નમાં લાગેલો રહે છે. તે પુરુષાર્થના બળથી કર્મના બંધન તોડવાના અને આત્માની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવાના કાર્યમાં તલ્લીન રહે છે. (૫) પરિસ્થિતિનું બહાનું
વળી, કેટલાક જીવો પોતાને પ્રાપ્ત થયેલ પરિસ્થિતિમાં પુરુષાર્થ થઈ શકે એમ નથી એવું બહાનું આપે છે. પોતાને મળેલા સંજોગોમાં સાધના કરી શકાય એમ નથી એવું તેઓ બતાવે છે. કોઈ કહે છે કે “તીવ્ર પ્રતિકૂળતા છે, તેથી હું ધર્મ કરી નથી શકતો; અનુકૂળતા થઈ જાય તો હું ધર્મ કરીશ.' તો વળી કોઈ કહે છે કે આ અનુકૂળતામાં મોહવશ ખેંચાઈ જવાય છે. થોડી પ્રતિકૂળતા હોય તો ધર્મ કરવાનું મન થાય અને પુરુષાર્થ ઊપડે.' જીવ બહાનાં શોધવામાં અત્યંત કુશળ હોવાથી પ્રત્યેક અવસરે સંજોગોનો વાંક કાઢતો ફરે છે. આત્માના સામર્થ્યની કોઈ મર્યાદા છે જ નહીં. જીવ ગમે તે સંયોગોમાં પુરુષાર્થ કરી શકે છે.
બાહ્યમાં ગમે તેવા પ્રતિકૂળ કે અનુકૂળ સંયોગ હોય તો પણ જીવ પુરુષાર્થ કરી શકે છે. નરકની પ્રતિકૂળતા સામે મનુષ્યપણાની પ્રતિકૂળતા તો કોઈ ગણતરીમાં છે જ નહીં. નારકી જીવને અત્યંત પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. નરકમાં દુઃખના એવા સંયોગો છે કે જેનું વર્ણન સાંભળતાં અરેરાટી થઈ જાય છે. અનેક પ્રકારની પુણ્યાઈ વચ્ચે વસતા રાજાના યુવાન કુંવરનું માખણના પિંડ જેવું સુંવાળું-કોમળ શરીર હોય અને તેને લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં જીવતો ઉપાડીને ફેંકવામાં આવે તો તેમાં સળગતાં તેને જેટલું દુઃખ થાય તેના કરતાં પણ અનેકગણું દુઃખ નરકમાં જીવને વેદવું પડે છે. ત્યાં નરકભૂમિની મહાભયાનક વેદના હોય છે, તેમજ પરમાધમી દેવો પણ ભયંકર વેદના પહોંચાડે છે. તે ઉપરાંત સમસ્ત જીવન ભૂખ-તરસમાં વ્યતીત થાય છે. આવી ભયંકર વેદનાના પ્રસંગમાં પણ સાધક જીવ સમ્યગ્દર્શન પ્રગટાવી શકે છે. એ જ રીતે સ્વર્ગના ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૭ (ઉપદેશછાયા-૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org