Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૦
૬૩
છે, એકસાથે નહીં; તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયો ક્રમશઃ જ થાય છે, એકસાથે નહીં. નાટકમાં એ પણ નિશ્ચિત હોય છે કે કયા દશ્ય પછી કયું દૃશ્ય આવશે; તેવી જ રીતે પર્યાયોમાં પણ એ નિશ્ચિત હોય છે કે કઈ પર્યાય પછી કઈ પર્યાય આવશે. જેના પછી જે દશ્ય આવવાનું નિશ્ચિત હોય છે, તેના પછી તે જ દશ્ય આવે છે, અન્ય નહીં; તેવી જ રીતે જેના પછી જે પર્યાય (કાર્ય) થવાની હોય છે તે જ થાય છે, અન્ય નહીં. આનું જ નામ ‘ક્રમબદ્ધ પર્યાય' છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત કહે છે કે જે દ્રવ્યની, જે પર્યાય, જે કાળે, જે નિમિત્તે, જે પુરુષાર્થપૂર્વક, જેવી થવાની છે; તે દ્રવ્યની, તે પર્યાય, તે જ કાળે, તે જ નિમિત્તે, તે જ પુરુષાર્થપૂર્વક, તેવી જ થાય છે; અન્યથા નહીં.
ક્રમબદ્ધ પર્યાયનો આશય એ છે કે આ પરિણમનશીલ જગતની પરિણમનવ્યવસ્થા ક્રમનિયમિત છે. જગતમાં જે કાંઈ પરિણમન નિરંતર થઈ રહ્યું છે તે સર્વ નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિતરૂપે થઈ રહ્યું છે. પ્રત્યેક દ્રવ્યની પર્યાયો નિયમિત ક્રમમાં થાય છે. પર્યાયો એક પછી એક પોતાના ક્રમ અનુસાર થયા કરે છે. જે સમયે જે પર્યાય નિયત હોય, તે પર્યાય તે જ કાળે ક્રમસર થાય છે. મોતીની માળામાં પ્રત્યેક મોતી પોતપોતાના સ્થાનમાં છે, તેમ દ્રવ્યની પર્યાયમાળામાં પ્રત્યેક પર્યાય પોતપોતાના કાળસ્થાનમાં છે. જેમ મોતીની માળામાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ-પાછળ નથી; તેમ પ્રત્યેક દ્રવ્યમાં જે પર્યાયનો જે કાળ હોય છે, ત્યારે જ તે પર્યાય પ્રગટ થાય છે, આગળ-પાછળ નહીં. દરેક પર્યાય સમયે થવાની છે, તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય જ છે, આઘી-પાછી કે આડી-અવળી થતી નથી. જે જ્યારે થવાનું હોય ત્યારે જ થાય છે, અન્ય કાળમાં નથી બનતું. જેને પરમાર્થની ઇચ્છા નથી એવો જીવ આ સિદ્ધાંતને આગળ કરી કહે જે જ્યારે થવાનું ત્યારે તે અવશ્ય થાય જ છે નથી જ થતું, તેથી પુરુષાર્થ કરવાનો રહેતો નથી.
અને જે નથી થવાનું તે કદાપિ પણ જે બનવાનું છે તેને રોકવા મહાન પ્રયાસ કરવામાં આવે તોપણ તે અવશ્ય બને છે, તેમજ જે નથી બનવાનું તેને માટે હજાર ઉપાય કરવામાં આવે તોપણ તે નથી જ બનતું, તેથી પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા નથી. સર્વ કાર્ય પોતપોતાના સમયે સ્વતંત્રતાપૂર્વક પોતપોતાની યોગ્યતાથી થયા જ કરે છે, તેથી પુરુષાર્થની કોઈ આવશ્યકતા નથી રહેતી.
દ્રવ્યાનુયોગના મહાન ગંભીર સિદ્ધાંતનો આશય સમજ્યા વિના જીવ આવી રીતે પુરુષાર્થહીન થઈ આત્માર્થને છેદે છે. તે શાસ્ત્રીય કથનોનું વિપરીત અર્થઘટન કરી સ્વચ્છંદી બને છે. તે પુરુષાર્થને ઉડાડી મિથ્યાત્વનું પોષણ કરે છે. સર્વજ્ઞ ભગવાનનું કોઈ પણ વચન હોય, એનું તાત્પર્ય તો જ્ઞાયકસ્વભાવનું અવલંબન લેવા માટેના પુરુષાર્થનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org