Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
પ્રગાઢ નિદ્રા દરમ્યાન શાંત રહતું હોય છે અને સાથે જ એટલું સજાગ હોય છે, જેટલું તે ગતિશીલ અવસ્થા વખતે હોય છે. ધ્યાનમાં બન્ને ગુણ એકસાથે મોજૂદ રહે છે. સંસારમાં તો વ્યક્તિ જાગૃત દેખાય તેનામાં ભારોભાર ચિંતા પણ હોઈ શકે છે અને જે શાંત દેખાય તેનામાં મૂઢતા પણ હોઈ શકે છે, પરંતુ જેણે ચિત્તને સાધ્યું છે એવા સાધકના ચિત્તમાં જાગૃતિની ચિંતા અને શાંતતાની મૂઢતા ઉદ્ભવતાં નથી. તે શાંત હોવા છતાં અત્યંત જાગૃત હોય છે અને જાગૃત હોવા છતાં એટલી જ શાંતિ અનુભવે છે. તે પ્રગાઢ નિદ્રા સમાન શાંત અવસ્થામાં હોય છે, એ ફરક સાથે કે તે વખતે તે સજાગ પણ હોય છે. સુષુપ્તિ અને ધ્યાનમાં અંતર માત્ર એટલું જ છે કે સુષુપ્તિમાં જીવ સજાગ નથી હોતો અને ધ્યાનમાં તે સજાગ હોય છે. પરંતુ બન્નેમાં એક સમાન ગુણ છે અને તે છે પ્રગાઢ મૌન. સાધક ધ્યાન અવસ્થામાં સંપૂર્ણ સજાગ રહે છે અને સાથે જ નિદ્રા સમયે હોય તેવા મૌનમાં પણ રહે છે. આવો સાધક ચૈતન્યમાં ઊંડો ઊતરતો જાય છે. તે વધુ ને વધુ અંતર્મુખ થતો જાય છે.
આમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી અવ્યક્તપણે લક્ષમાં લીધેલ જ્ઞાનસ્વભાવની પ્રસિદ્ધિ માટે સુપાત્ર જીવ ઇન્દ્રિય અને મન દ્વારા પ્રવર્તતા જ્ઞાન-ઉપયોગ(મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન)ને આત્મસન્મુખ કરે છે. તે મતિજ્ઞાનને અતીન્દ્રિય અને શ્રુતજ્ઞાનને નિર્વિકલ્પ કરવાનો પ્રયત્ન કરે છે. પંચેન્દ્રિયના વિષયોમાં જોડાઈ રહેલ મતિજ્ઞાનને નિવૃત્ત કરી પાછું ખેંચતાં તે જ્ઞાન અતીન્દ્રિય બને છે; અને જ્યારે ૫૨ અને સ્વ સંબંધી સર્વ વિકલ્પો વિરામ પામે છે ત્યારે શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ બને છે. મતિજ્ઞાન જ્યારે અતીન્દ્રિય બને છે અને શ્રુતજ્ઞાન નિર્વિકલ્પ થાય છે ત્યારે જ્ઞાનને સ્વને જાણવાનો અવકાશ મળે છે અને ત્યારે સ્વસંવેદન ઘટિત થાય છે. ઇન્દ્રિયો અને મનની સહાયથી ક્યારે પણ સ્વાનુભવ નથી થતો સ્વસંવેદન નથી થતું. ઉપયોગ આત્મસન્મુખ થતાં અતીન્દ્રિય નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. આ પ્રકારે વિચારબળ વડે તત્ત્વનિર્ણય વખતે આત્માને અવ્યક્તપણે લક્ષમાં લેવામાં આવે છે, જે ઉપયોગ અંતર્મુખ થતાં વ્યક્તપણે જણાય છે, અર્થાત્ પ્રગટરૂપ અનુભવાય છે.
નિજપુરુષાર્થની પ્રચંડ તાકાત વડે એક ક્ષણ એવી આવે છે કે તે જિજ્ઞાસુ જીવની ચેતનામાં અપૂર્વ વિશુદ્ધતાનાં અતિ સૂક્ષ્મ પરિણામોની ધારા ઉલ્લસતાં, તેની જ્ઞાનપરિણતિ અંતર્મુખ થઈને અજ્ઞાન-અંધકારને ભેદતી, દર્શનમોહને તોડતી, નિર્વિકલ્પ અતીન્દ્રિય સ્વસંવેદન વડે આનંદઘન શાંતિના સમુદ્ર એવા પોતાના આત્માને પ્રત્યક્ષ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર’, ગાથા ૧૪૪
'सम्मद्दंसणणाणं एसो लहदिति णवरि सव्वणयपक्खरहिदो
Jain Education International
વૈવસં ।
भणिदो નો સૌ સમયસારો ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org