Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૩૦
૫૩ જેમ વધુ ને વધુ સ્પષ્ટ થતો જાય છે, તેમ તેમ તેનો ઉત્સાહ પણ વધતો જાય છે. તેને પંથ અજાણ્યો લાગતો નથી. અનાદિથી અપરિચિત એવું આત્મસ્વરૂપ હવે તેને પરિચિત લાગવા માંડે છે અને તેનો વિશેષ પરિચય કરવાનું તેને વારંવાર મન થાય છે.
દેહાદિથી ભિન્ન એવા ચૈતન્યસ્વરૂપી નિજ આત્માને લક્ષમાં લઈને તે પોતાનાં પરિણામને આત્મસન્મુખ વાળવા પ્રયત્ન કરે છે. તેની રહેણીકરણી તથા વિચારધારા હવે સતત આત્મા તરફ જ પ્રવાહિત થવા માંડે છે. તેને આત્મા સિવાય બીજે બધે નીરસતા લાગે છે. તેને ફક્ત આત્મસન્મુખ થવાનું જ ગમે છે. દરેક પ્રવૃત્તિ કરતાં તેને સતત આત્મજાગૃતિ રહે છે. તે આત્મામાં ઊંડો ઊતરતો જાય છે. એક ક્ષણ એવી આવે છે કે જ્યારે તેનો આત્મા કષાયોથી છૂટીને ચૈતન્યના પરમ ગંભીર શાંત રસમાં ઠરી જાય છે.
આ કાર્ય કાંઈ નાનુંસૂનું નથી. તે માટે પુષ્કળ પુરુષાર્થની જરૂર છે. તે પુરુષાર્થ પ્રગટાવવા માટે પ્રથમ જીવે આ કાર્યની રુચિ પેદા કરવી ઘટે છે. તે માટે તેણે આત્માની રુચિ એટલી પ્રચંડ બનાવવી ઘટે કે સંસારની રુચિનું નામોનિશાન ન રહે. તેણે આત્માનુભવની ઇચ્છાને એટલી પ્રબળ બનાવવી ઘટે કે સંસારની અભિલાષાઓ સર્વથા ભૂંસાઈ જાય. આત્મજ્ઞાનની ઇચ્છાને જ દેઢ બનાવતાં, આત્મજ્ઞાનની જ ભાવના ભાવતાં, તમામ આત્મશક્તિ ત્યાં જોડાઈ તદ્રુપ પરિણમન લાવે છે. આમ, પરમાર્થની તીવ્ર ઇચ્છા હોવી એ સપુરુષાર્થ પ્રગટાવવા માટેની એક અનિવાર્ય શરત છે. તેવી ઇચ્છા વિના પુરુષાર્થ ઊપડતો નથી. પરમાર્થની અદમ્ય ઇચ્છા હોય તો જ જીવ ખરી દાઝ રાખીને પુરુષાર્થ કરે છે.
જ્યાં પરમાર્થની ઇચ્છાનો અભાવ છે ત્યાં મન ચાલાકી કરે છે. મન ગભરાય છે કે “જો જીવ સાધના કરશે તો મારા શાસનનો અંત નક્કી છે. મારે વિદાય લેવી જ પડશે. આજ સુધી મારી ઇચ્છા અને જીદ પોષાતાં હતાં. હવે જો જીવ પરમાર્થપ્રાપ્તિનો ઉપાય કરશે તો એ મારી સામે પડશે અને મારાં બધાં નખરાં બંધ થઈ જશે.' તેથી મન જાતજાતનાં કારણ બતાવે છે. પોતાનું કાર્ય કરવું જ નથી, તેથી તે જુદાં જુદાં બહાનાં બનાવી આત્માર્થને છેદે છે. પરમાર્થપ્રાપ્તિ માટે તીવ્ર પુરુષાર્થ કરવાને બદલે તે અનેક બહાનાં કાઢી, પુરુષાર્થહીન બની આત્માર્થને છેદે છે. તેમાંનાં કેટલાંક બહાનાંઓ જોઈએ - (૧) ભવસ્થિતિનું બહાનું
કેટલાક જીવો ભવસ્થિતિ પરિપાક'ના સિદ્ધાંતનું અવળું અર્થઘટન કરી પુરુષાર્થનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org