Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા ૧૨૯માં શ્રીમદે કહ્યું કે આત્મતત્ત્વનું ભાન ન હોવું એના સમાન ભૂમિકા બીજો કોઈ રોગ નથી, સદ્ગુરુ જેવા કોઈ નિપુણ વૈદ્ય નથી, ગુરુ-આજ્ઞા પાળવા સમાન બીજું કોઈ પથ્ય નથી અને વિચાર તથા ધ્યાન જેવું કોઈ ઔષધ નથી.
જીવ એવા કયા ગંભીર દોષો સેવે છે કે જેના કારણે તે આત્માંતિરૂપ રોગ મટાડવા અસમર્થ નીવડે છે, તે બતાવવા શ્રીમદે ઉપસંહાર વિભાગમાં અનેક અર્થગંભીર ગાથાઓની રચના કરી છે કે જેથી સુપાત્ર જીવ તેના ઉપર વિચાર કરી, પોતાના દોષ ટાળવામાં પ્રયત્નશીલ બની શકે.
ઉપસંહારમાં આપેલી હિતશિક્ષાઓના ક્રમમાં આવતી આ પ્રથમ શિક્ષામાં સત્ય પુરુષાર્થ ઉપાડવાની પ્રેરણા કરતાં શ્રીમદ્ પ્રકાશે છે
ગાથા
ગાથા - ૧૩૦
અર્થ
જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.' (૧૩૦)
Jain Education International
જો પરમાર્થને ઇચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ આદિનું નામ લઈને આત્માર્થને છેદો નહીં. (૧૩૦)
ભ્રાંતિથી ભૂલેલા પુરુષાર્થહીન જીવોને શ્રીમદ્ પ્રેરણાત્મક વચનોથી ઉપદેશે ભાવાર્થ છે કે જો જીવ પરમ અર્થને, અર્થાત્ મોક્ષને પામવા ઇચ્છતો હોય તો તેણે સાચો પુરુષાર્થ કરવો જોઈએ. ‘કરો' શબ્દ પ્રયોજીને શ્રીમદ્ એ વાતની સ્પષ્ટતા કરે છે કે પરમાર્થપ્રાપ્તિનો પુરુષાર્થ જીવે સ્વયં કરવાનો હોય છે. આત્મામાં અનંત શક્તિ પડી છે અને જીવ જ્યારે ધારે ત્યારે તે પોતાને બંધનમાંથી છોડાવવા સમર્થ છે. આત્માએ પોતે જ જાગૃત થઈ પોતાનું કલ્યાણ પોતાના દ્વારા, પોતાથી જ કરવાનું છે. આ કાર્યમાં અન્યનો પુરુષાર્થ કામ નહીં લાગે તથા અન્ય કોઈ પણ તેની સિદ્ધપર્યાય પ્રગટાવી નહીં શકે. સદ્ગુરુ પાસેથી પ્રેરણા-માર્ગદર્શન અવશ્ય પ્રાપ્ત કરવાનાં છે, પણ પુરુષાર્થ તો જીવે જાતે જ કરવો પડે છે. પુરુષાર્થ તો માત્ર પોતાને આધીન છે. જીવ પુરુષાર્થ કરે તો જ તેનું કલ્યાણ થાય.
જેને આત્મકલ્યાણ કરવાની બળવાન ભાવના હોય તેણે જ્ઞાની પાસેથી આત્મતત્ત્વ જાણી, તેની સ્વાધીનતાનો નિર્ણય કરી, તેનો અગાધ મહિમા લાવી, અભ્યાસ વડે વારંવાર તેમાં પરિણામને જોડી, ઉપયોગને અંતર્મુખ રાખવા-ટકાવવા પ્રયત્ન કરવો
For Private & Personal Use Only
www.jainelibrary.org