Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
તેમ યથાયોગ્યપણે સમ્યક્ રત્નત્રયીરૂપ ઔષધપ્રયોગથી ભવરોગ નિર્મૂળ થતાં જીવ નીરોગી - ભાવ આરોગ્યસંપન્ન બને છે, સાજોતાજો-નિરામય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ - નિમગ્ન સહજાત્મસ્વરૂપ સ્થિતિમાં પરમ ‘સ્વસ્થ' અવસ્થા અનુભવે છે, ઇત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય સરખાપણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે.’૧
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
“આત્મભ્રાંતિ સમ રોગ નહિ, જે સૌ રોગનું બીજ; વિવિધ અનંતી વેદના, જીવે સહી ઘણી જ. તેની ચિકિત્સા જાણતાં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; નિષ્કારણ કરુણાનિધિ, નિઃસ્પૃહ સદ્ગુણ ખાણ. એ સમ કોઈ ન જગતમાં, રોગનું મૂળ હણનાર; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ધન્ય જે પાલનહાર.
Jain Education International
વચનામૃત સદ્ગુરુ તણાં, ટાળે રોગ અજ્ઞાન; ધન્ય તેહ જે સેવતાં, ઔષધ વિચાર ધ્યાન.'૨
* * *
૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૫૦૪-૫૦૫
૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૧૩-૫૧૬)
=
For Private & Personal Use Only
www.jainelibrary.org