SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન તેમ યથાયોગ્યપણે સમ્યક્ રત્નત્રયીરૂપ ઔષધપ્રયોગથી ભવરોગ નિર્મૂળ થતાં જીવ નીરોગી - ભાવ આરોગ્યસંપન્ન બને છે, સાજોતાજો-નિરામય તથા શુદ્ધ ચૈતન્યરસના પાનથી હષ્ટપુષ્ટ થાય છે, અને પરમાનંદ - નિમગ્ન સહજાત્મસ્વરૂપ સ્થિતિમાં પરમ ‘સ્વસ્થ' અવસ્થા અનુભવે છે, ઇત્યાદિ અનેક પ્રકારે ભવનું રોગ સાથે સામ્ય સરખાપણું ઘટાવી શકાય છે, તેથી તેને રોગની ઉપમા બરાબર છાજે છે.’૧ આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, જે સૌ રોગનું બીજ; વિવિધ અનંતી વેદના, જીવે સહી ઘણી જ. તેની ચિકિત્સા જાણતાં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; નિષ્કારણ કરુણાનિધિ, નિઃસ્પૃહ સદ્ગુણ ખાણ. એ સમ કોઈ ન જગતમાં, રોગનું મૂળ હણનાર; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ધન્ય જે પાલનહાર. Jain Education International વચનામૃત સદ્ગુરુ તણાં, ટાળે રોગ અજ્ઞાન; ધન્ય તેહ જે સેવતાં, ઔષધ વિચાર ધ્યાન.'૨ * * * ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૫૦૪-૫૦૫ ૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૬ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૫૧૩-૫૧૬) = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001137
Book TitleAtma Siddhi Shastra Vivechan Part 4
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorRakeshbhai Zaveri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages794
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Spiritual, & Rajchandra
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy