________________
ગાથા-૧૨૯
૪૩
કરી લે છે; પોતાના જ્ઞાનમાં પોતાનું અસ્તિત્વ યથાર્થપણે ભાસે છે, જ્ઞાન સહિતના અનંત ગુણો નિર્મળરૂપે પરિણમે છે અને વીતરાગી ચૈતન્યરસનો સ્વાદ તે માણે છે. તે સ્વરૂપનો અતીન્દ્રિય આનંદ ભોગવે છે. તે વખતે આત્મામાં આનંદની ધારા વહે છે. તેના સર્વ પ્રદેશ આનંદરસમાં તરબોળ થઈ જાય છે. અપૂર્વ પ્રસન્નતાથી તેના રોમે રોમ પુલકિત થઈ જાય છે. તે અવસર ધન્ય છે.
સ્વસ્વરૂપમાં સ્થિતિ થતાં જીવની આત્મભ્રાંતિ નિર્મુળ થઈ જાય છે. તેમના અંતરમાંથી તમામ ઊંધી માન્યતાઓ નષ્ટ થઈ જાય છે. બધી વિપરીત સમજણ લુપ્ત થઈ જાય છે. અંદર કોઈ પણ ભાંતિ શેષ નથી રહેતી. સ્વાત્મા સાથેનું તાદાભ્ય સધાય છે અને પરનું તાદાભ્ય તૂટી જાય છે. શુદ્ધ ચૈતન્યજ્યોતિમાં “હું” નું સ્થાપન થાય છે અને કર્મકૃત વ્યક્તિત્વમાં સ્થાપેલું હુંપણું ઊખડી જાય છે. હું શરીરમાં હોવા છતાં શરીરથી સર્વથા ભિન્ન છું' એવો અનુભવ થયો હોવાથી ચેતના શરીરથી જુદી પડી જાય છે. પરથી ભિન્ન અને સ્વમાં એકત્વરૂપ એવા જ્ઞાયકજીવનનું મંડાણ થાય છે. તેમના પ્રત્યેક સંબંધોમાંથી આસક્તિ વિદાય લે છે. બધા સંબંધોમાં તેઓ માત્ર ઉપરછલ્લું જ જોડાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ભાળ મળી ગઈ હોવાથી બાહ્ય સંબંધો તેમને માટે નાટક બની જાય છે. જે પામ્યા પછી બીજું કંઈ પામવાનું બાકી નથી રહેતું એવો શુદ્ધાત્મા પ્રાપ્ત કરી લીધો હોવાથી તેમને અન્ય પાસેથી કોઈ અપેક્ષા રહેતી નથી. તેમના જીવનમાં પવિત્રતા ઝળહળે છે. પરિણમન નિર્મળ થઈ જાય છે. સમ્યગ્દર્શન તેમના અનંત જન્મ-મરણનો નાશ કરે છે. તેમનો અમર્યાદિત સંસાર મર્યાદિત થઈ જાય છે. તેઓ અલ્પ કાળે મોક્ષ પામી સાદિ-અનંત કાળ પર્યત અનંત સમાધિસુખના સ્વામી થાય છે.
આમ, જીવે અનાદિથી આજ સુધી ઘણું જાણ્યું હતું પણ જાણનારને જાણ્યો ન હતો. તે ઘણું ચાલ્યો હતો પણ લક્ષ તરફ ગતિ થઈ ન હતી. નિજ અનંત નિધાનના ભાન વિના અનંત ભ્રાંતિયુક્ત નિદ્રામાં તે પડ્યો હતો. તેના મહાભાગ્ય સદ્ગુરુનાં તેજસ્વી બોધકિરણોએ તેને જગાડ્યો. સગુરુએ તેને આત્મભાંતિ દૂર કરવાનો માર્ગ સુસ્પષ્ટપણે સમજાવ્યો. સદ્ગુરુની આજ્ઞા અનુસાર તેણે સુવિચારણા પ્રગટાવી, વિચારની વ્યર્થતા પારખી, અંતર્મુખ ઉપયોગ દ્વારા વિચારનું અતિક્રમણ કરી મહા આનંદમય સ્વાનુભવદશા પ્રગટાવી અને મિથ્યાત્વને પરિહર્યું. સદ્ગુરુની આજ્ઞારૂપ પથ્યના પાલનપૂર્વક વિચાર-ધ્યાનનો ઔષધપ્રયોગ કરવાથી તે આત્મભાંતિરૂપ રોગથી રહિત થઈ સમ્યકત્વરૂપ આરોગ્યથી સંપન્ન બન્યો. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
આમ યથાયોગ્યપણે ઔષધપ્રયોગથી રોગ નિર્મૂળ થતાં રોગી જેમ નીરોગી બને છે, સાજોતાજો - હૃષ્ટપુષ્ટ થાય છે, અને આનંદનિમગ્ન સ્વસ્થ અવસ્થા માણે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org