Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન યથાર્થ નિર્ણય કર્યા પછી તેની નિરંતર ભાવના કરવી. વૃત્તિને આત્માની સન્મુખ કરવી. અંતર્મુખ અભ્યાસ દ્વારા વૃત્તિને નિજતત્ત્વ તરફ વાળવાનો પ્રયત્ન કરવો તે ધ્યાન - નિદિધ્યાસન છે. જે જીવ આ રીતે સદ્ગુરુના બોધસ્વરૂપ વચનામૃતનું મનન-નિદિધ્યાસન (વિચાર અને ધ્યાન) કરે છે, તેનો આત્મભાંતિરૂપ રોગ ટળે છે.
જે જીવના અંતરમાં આત્માર્થીપણું પ્રગટે છે, તે જીવ સદ્ગુરુ પાસે આત્મસ્વરૂપનું શ્રવણ કરી, વારંવાર તેની વિચારણા કરી આત્મસ્વરૂપનો નિર્ણય કરે છે; અને પછી અભ્યાસ દ્વારા પરિણામને વારંવાર તેમાં જોડીને, અંતર્મુખ ઉપયોગ વડે અનુભવ સહિત તેનું સાચું દર્શન કરે છે. જ્ઞાનાનંદસ્વરૂપી આત્માનો અગાધ મહિમા સગુરુ પાસેથી જાણી, વારંવાર વિચાર કરવાથી પદાર્થનો નિર્ણય થાય છે અને પછી ઉપાદેય એવા જ્ઞાનાનંદસ્વરૂપ તરફ વળતાં આત્મજ્ઞાન પ્રગટી, આત્મબ્રાંતિરૂપ રોગની નિવૃત્તિ થાય છે. આ રીતે વિચાર (તત્ત્વનિર્ણય) અને ધ્યાન (અંતર્મુખતાનો અભ્યાસ) આત્મજાંતિરૂપ રોગને મટાડવા માટે સમર્થ ઔષધ છે.
પોતે દેહથી અને રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવી પરમાત્મા છે એવી પોતાના આત્માની પ્રભુતા મુમુક્ષુ જીવ જ્યારે સદ્ગુરુના શ્રીમુખે સાંભળે છે ત્યારે તેને પોતાના આત્માનો અત્યંત મહિમા જાગે છે. પોતાના આત્માની પ્રભુતાનું ભાન થતાં તેને ખૂબ અહોભાવ થાય છે અને તેમાં જ સ્થિર થઈ દુઃખથી મુક્ત થવાનો નિર્ણય કરે છે. અત્યાર સુધી તે તેના આત્મસ્વરૂપની પ્રભુતા જાણી શક્યો ન હતો તેનો તેને ખેદ થાય છે અને ‘આ ભવભ્રમણથી છૂટીને મારે હવે તો સદાને માટે આત્મામાં જ સ્થિર થવું છે, આત્માના શાંત-નિર્વિકલ્પ રસનું જ પાન કરવું છે' એવો તે નિશ્ચય કરે છે. તે નિર્ધાર કરે છે કે “આત્મકલ્યાણને માટે મળેલા આ ઉત્તમ અવસરને કોઈ પણ સંજોગોમાં ખોવો નથી. આ મહામોંઘો મનુષ્યભવ મળ્યો છે તો હું આત્માનું કામ કરી લઉં. આ મનુષ્યભવમાં સ્વકાર્ય સાધી લઉં. ત્રિકાળી નિજ શુદ્ધાત્માના આશ્રયથી મારી શુદ્ધતા પ્રગટાવું. આ મનુષ્યદેહે આત્મભાંતિથી છૂટી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એ જ એક કરવા યોગ્ય કાર્ય છે.'
મુમુક્ષુ જીવ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રથમ તત્ત્વનો નિર્ણય કરે છે. સર્વજ્ઞા ભગવાને દિવ્ય વાણી વડે જે ઉપદેશ્ય છે, તે સદ્ગુરુ પાસેથી શ્રવણ કરીને તે મુમુક્ષુ તત્ત્વનો નિર્ણય અને નિશ્ચય કરે છે. સદ્દગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ બોધ ઉપર વિચાર કરી તત્ત્વનિર્ણય તથા તત્ત્વપ્રતીતિ કરે છે. સદ્ગુરુના બોધ અનુસાર તે જડ અને ચેતન એ બે તદ્દન વિપરીત સ્વભાવવાળાં દ્રવ્યોની ભિન્નતાની વિચારણા કરે છે. તે આત્માની પરથી ભિન્નતાનો નિર્ણય કરવા અર્થે પરપદાર્થના સ્વરૂપનું ચિંતન કરે છે. પરપદાર્થનું ચિંતન બે પ્રકારે થાય છે. એક રાગ-દ્વેષની લાગણી સહિત થાય છે તો બીજું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org