Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન ફરી ફરી રટવામાં આવે છે. દા.ત. ‘આત્મા અને શરીર ભિન્ન છે', આ પ્રકારનો વિકલ્પ તે અન્યત્વ અનુપ્રેક્ષા છે. આ વિકલ્પ અનેક વાર રટવામાં આવે ત્યારે તે ભાવના બની જાય છે. તેથી ભાવના એટલે એક જ વિચારનું પુનરાવર્તન, એક જ વિચારનો વારંવાર અભ્યાસ. એક જ વિચારનો જ્યારે વારંવાર અભ્યાસ થાય છે ત્યારે જૂના સંસ્કારનો નાશ થાય છે અને નવા સંસ્કારનું નિર્માણ થાય છે.' (૪) ધ્યાન
ચિંતન કરતાં અનુપ્રેક્ષામાં અને અનુપ્રેક્ષા કરતાં ભાવનામાં ચંચળતા ઓછી છે. જેમ જેમ આત્મવિચારના ઘોલન વડે ચૈતન્યરસ ઘૂંટાય છે, તેમ તેમ પર સંબંધીના વિચારો છૂટતા જાય છે અને માત્ર સ્વ સંબંધીના સૂક્ષ્મ વિકલ્પો રહે છે. આ અવસ્થાને ધ્યાન કહે છે. અહીં આત્મા અંગેના વિકલ્પોથી પણ જુદા રહીને તેને સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઉપયોગ જ્ઞાનાનંદસ્વરૂપ એવા નિજતત્ત્વસમ્મુખ થાય છે અને તેને ત્યાં જ એકાગ્ર કરવાનો અભ્યાસ થાય છે. હજુ અહીં સ્વસંવેદન પ્રગટ્યું નથી, પણ ઉપયોગની સૂક્ષ્મતા અને પરિણામની શાંતતા અત્યંત વેદાય છે. (૫) સમાધિ
| ચિત્તવૃત્તિ સહજ રીતે ધ્યેય તરફ પ્રવાહિત રહે ત્યારે ધ્યાન લાગ્યું કહેવાય. આ અવસ્થામાં ધ્યેય સિવાયના બધા વિચારો ચિત્તમાંથી હટી ગયા હોય છે અને માત્ર ધ્યેય જ ચિત્તમાં રમી રહ્યું હોય છે, કિંતુ હજુ ધ્યેય અને ધ્યાતાનો ભેદ રહે છે. એ પછીની અવસ્થામાં ધ્યાતા-ધ્યેય, જ્ઞાતા-શેય, દ્રષ્ટા-દશ્ય વચ્ચેનો ભેદ પણ શમી જાય છે, જેને સમાધિ કહે છે. તેમાં ધ્યેય સંબંધી સૂક્ષ્મ વિચારને પણ ઓળંગી જઈને વિચાર વગર, કેવળ સ્વરૂપનું - સત્તામાત્રનું સ્વસંવેદન રહે છે. ધ્યાતા-ધ્યેયના ભેદ વગરની આ ૧- એક જ વિચારને - ભાવને વારંવાર રટવામાં આવે છે, તેથી જૂનું ધોવાઈ જાય છે અને નવું નિર્માણ થાય છે, નવીન દૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ભાવનાના આ લાભને લક્ષમાં રાખીને જ જપની સાધના કરવામાં આવે છે. મંત્રના શબ્દના અર્થથી ભાવિત થઈ જવું તે જપ છે. મંત્ર એટલે સૂત્રાત્મક વચન, જેમાં ઇચ્છિત દશા મેળવવા માટેનું ભાવનાત્મક ગૂંથન હોય છે. આત્મવિશુદ્ધિ અર્થે આવા સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં આવે છે, જેને મંત્રજાપ કર્યો એમ કહેવાય છે. પરંતુ માત્ર શબ્દની રટના તે જપ નથી. તેના અર્થની રટના તે જપ છે. જે શબ્દોની રટના કરવામાં આવે તેના અર્થમાં તન્મય થઈ જવું તે જપ. શબ્દના અર્થથી પોતાને ભાવિત કરવું, પ્રભાવિત કરવું, તેમાં તન્મય થઈ જવું તે જપ છે. શબ્દનું ઉચ્ચારણ કરતાં તેનો વાચ્યાર્થ - ભાવ હાજર થવો જોઈએ. જેમ કે અહંત શબ્દનું ઉચ્ચારણ કરતાં અહંત ભગવાનના ગુણોનું તાદશ રૂપ મનમાં પ્રત્યક્ષ થવું જોઈએ. શબ્દ એકલો ન રટાતાં તેનો વાચ્યાર્થ પણ રટાવો જોઈએ. વાચ્ય-વાચકનો સંબંધ ધ્રુવ, અવિચ્છિન્ન, અખંડ રહેવો જોઈએ. આવા લક્ષણના અભાવમાં કરેલા મંત્રજાપ સામોફોનની રેકર્ડ જેવા બની રહે છે. તેનાથી મોક્ષમાર્ગનું પ્રયોજન સધાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org