Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
३४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ભાંતિરોગથી છૂટવા ઇચ્છતો આત્માર્થી જીવ સદ્દગુરુની આજ્ઞાની દઢ પકડ કરે છે. તે સગુરુની આજ્ઞાનું સર્વ પ્રકારે આરાધના કરવાનો દઢ સંકલ્પ કરે છે. આવો અડગ સંકલ્પ કરનાર જ ઔષધનો અધિકારી બને છે, અર્થાત્ સદ્ગુરુની આજ્ઞાએ વર્તવાનો જેનો દઢ નિશ્ચય છે અને તે નિશ્ચયને જે આરાધે છે તેને જ ઔષધસેવન આત્મોપકારી નીવડે છે. (૪) ઔષધ - વિચાર ધ્યાન
વૈદ્ય ગમે તેટલો પ્રવીણ હોય અને તેના પ્રત્યે ગમે તેટલો પ્રેમ હોય તોપણ માત્ર વૈદ્યને મળવાથી રોગી રોગથી મુક્ત થઈ શકતો નથી. વૈદ્ય આપેલી દવા પીવાથી જ રોગમુક્તિ સંભવે છે. તેમ સદ્ગુરુ શ્રેષ્ઠ હોય અને તેઓશ્રી પ્રત્યે પ્રેમ હોય, પણ તેટલામાત્રથી આત્મબ્રાંતિરૂપી રોગથી મુક્તિ થઈ જતી નથી. આત્મભાંતિથી મુક્ત થવાનો ઉપાય છે તેમણે આપેલ ઔષધને ગ્રહણ કરવું. તેમણે આપેલા ઔષધને આત્માના પ્રદેશ પ્રદેશમાં આત્મસાત્ કરવાથી જ આત્માનો અનાદિનો આત્મજાંતિરૂપી રોગ ટળે છે. ગુરુએ આપેલ અલૌકિક ઔષધિનું સેવન કરતાં આત્મભાંતિરૂપ વ્યાધિ ટળે છે અને જીવને સમ્યકત્વરૂપ તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. જીવ સદ્ગુરુરૂપી વૈદ્યના આશ્રયે જઈ, તેમની આજ્ઞામાં રહેવારૂપ પથ્ય પાળી, વિચાર અને ધ્યાનરૂપ ઔષધનું સેવન કરે તો નિઃસંદેહ તેના આત્મભ્રાંતિરૂપી રોગની નિવૃત્તિ થાય છે અને તેને સ્વરૂપમય દશારૂપી સ્વાથ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ કહે છે -
અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.’
પ્રસ્તુત ગાથામાં શ્રીમદે મિથ્યાત્વરૂપ રોગ મટાડવા માટે વિચાર અને ધ્યાન ઔષધરૂપ કહ્યાં છે. આ બન્ને સાધનોનાં સેવનથી અનાદિથી ચાલી આવતી આત્મભ્રાંતિ ટળી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં, આ જ સાધનો જીવને કેવળજ્ઞાન સુધી પહોંચાડી મોક્ષરૂપી મહાલાભ પ્રદાન કરે છે. “વિચાર” અને “ધ્યાન' એ બન્ને મહત્ત્વનાં સાધનો હોવાથી તે વિશેષ વિચારણા માંગે છે. માટે પ્રથમ વિચાર' અને “ધ્યાન' વચ્ચેના ભેદને સમજી, પછી તેના પ્રયોગાત્મક અભ્યાસ વિષે વિચારીશું.
વિચાર અને ધ્યાન અંતરજ્યોતિનાં રૂપો છે. ચિત્તની ચંચળ અવસ્થા તે વિચાર છે અને ચિત્તની સ્થિર અવસ્થા તે ધ્યાન છે. વિચાર વખતે ચિત્ત ચંચળ હોય છે.
જ્યારે ચિત્તની ચંચળતા ઘટે છે, વિકારો શાંત થાય છે અને એકાગ્રતા વધે છે ત્યારે ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૭૨૪ (ઉપદેશછાયા-૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org