Book Title: Atma Siddhi Shastra Vivechan Part 4
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
જેના પરિણામે તે રોગમુક્ત થાય છે; તેમ આત્મત્ક્રાંતિરૂપ રોગથી મુક્ત થવા માટે ઇચ્છુક એવો આત્માર્થી જીવ સદ્ગુરુરૂપ સુજાણ વૈદ્યનું શરણ લે છે અને સ્વચ્છંદ છોડી, શ્રીગુરુની આજ્ઞા અનુસાર સત્સાધનરૂપ ઔષધનું સેવન કરે છે, જેના પરિણામે તે ભ્રાંતિરૂપ રોગથી મુક્ત થાય છે.
જીવે પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને સદ્ગુરુની આજ્ઞાનું પાલન કરવું ઘટે છે. પોતાનું સઘળું અર્પણ કરીને સદ્ગુરુની આજ્ઞાનું સેવન કરવામાં ઘણા સામર્થ્યની જરૂર પડે છે. અનંત કાળના પુષ્ટ થયેલા માનાદિ અસત્સંસ્કારોના કારણે જીવ સદ્ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરી શકતો નથી. સદ્ગુરુની આજ્ઞાને ગ્રહણ કરવામાં તેને અભિમાન આદિ દોષો આડા આવે છે. તે સદ્ગુરુની આજ્ઞા સાથે સમ્મત થતો નથી. તે સદ્ગુરુના આદેશ પ્રમાણે વર્તી શકતો નથી. તેમાં તેને પરતંત્રતા લાગે છે. તે સદ્ગુરુ પ્રમાણે વર્તવા નથી ઇચ્છતો, પણ પોતાને જેમ ફાવે તેમ વર્તવા ઇચ્છે છે. તેની મનોવૃત્તિને આજ્ઞા બંધનરૂપ લાગે છે. સદ્ગુરુની આજ્ઞા મળતાં ‘તત્તિ' કહી, તેનું આરાધન કરવા તેનું મન તૈયાર થતું નથી. તેને આજ્ઞા પ્રત્યે રુચિ કે મહિમા જાગતાં નથી.
સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે જેને બહુમાન પ્રગટતું નથી, તેને આત્મા સમજાતો નથી. સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે બહુમાન, સદ્ગુરુના બોધનું શ્રવણ તથા મનન આ બધા શુભ ભાવ છે અને છતાં જેનામાં તે ન હોય તે જીવ સ્વચ્છંદી છે. કાં સર્વથા રાગ જ ન હોય, અર્થાત્ વીતરાગદશા પ્રગટી ગઈ હોય તો આવા શુભ ભાવ ન આવે અને કાં તો જીવ સ્વચ્છંદી હોય તો તેને સદ્ગુરુ પ્રત્યે બહુમાન-અર્પણતા જાગે નહીં. નીચલી ભૂમિકામાં પાત્ર જીવને તો સદ્ગુરુ પ્રત્યે આવા ભાવ અવશ્ય હોય જ છે. જેને સત્નો પ્રેમ હોય, તેને સદ્ગુરુ પ્રત્યે, સદ્ગુરુની આજ્ઞા પ્રત્યે પ્રેમ આવ્યા વગર રહેતો નથી, કારણ કે સદ્ગુરુ તે મૂર્તિમાન સત્ છે. તે સદ્ગુરુની આજ્ઞાનો સહર્ષ સ્વીકાર કરે છે. તે સદ્ગુરુની આજ્ઞાને અમલમાં મૂકે છે. સદ્ગુરુ જે કહે છે તેમાં જ પોતાનું કલ્યાણ છે એવા વિશ્વાસપૂર્વક તે સદ્ગુરુએ બતાવેલ પથ ઉપર ડગ ભરે છે. શ્રીમદ્ પ્રકાશે છે
‘જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાધિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં.
-
જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છંદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં..... જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાધતાં ઘણા ગુણો પ્રગટે છે.’૧
સદ્ગુરુની આજ્ઞાના આરાધનમાં અપરંપાર કલ્યાણ છે. સદ્ગુરુએ પોતાનામાંથી ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૯૬ (ઉપદેશછાયા-૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org