________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
વિચાર કરી, તેને આકાશમાંથી ઝીલીને અથવા જમીન ઉપરથી લઈને અથવા જમીનની અંદરથી કાઢીને, તેને ગાળીને અથવા ઉકાળીને અને ઉકાળતાં પણ એકપાદ શેષ, દ્રિપાદ શેષ, ત્રિપાદ શેષ અને અષ્ટાવશેષ બનાવી, વાપરવાને વિધિ નિર્માણ કરેલ છે. અને તાપમાં તપાવીને કે ચંદ્રનાં કિરણમાં મૂકીને બનાવવામાં આવેલું “સુંદક” જે કામ કરે છે, તેને હાઈપથી પહોંચી વળે તેમ નથી. કારણ કે હાઈપથી આયુર્વેદનું એક અંગ છે, નહિ કે તે સંપૂર્ણ આયુર્વેદ છે.
કોપથી એટલે પ્રકાશનાં કિરણોમાં જુદા જુદા રંગના કાચની શીશીમાં ભરેલું પાણી, તડકે મૂકી, તેમાં સૂર્યનાં કિરણને ગ્રહણ કરી, તથા દીવાના પ્રકાશમાં જુદા જુદા રંગના કાચને રાખી, તેમાંથી પ્રકાશનાં કિરણ બહાર ફેંકી, દદી સારે કરવાની વિદ્યા. આ વિદ્યા સહેલી, સગવડ ભરેલી અને તાત્કાલિક અસર કરનારી નીવડે છે. તે પણ એના ઉપર આધાર રાખી આખી દુનિયાના રેગીને રોગમુક્ત કરવાનું અને દુનિયામાં ચાલતી તમામ ચિકિત્સાઓને માંડી વાળવા જેટલી શક્તિ એ ધરાવતી નથી. કોમેપથીના ઉત્પાદકે એ વિદ્યાની પિતે સ્વતંત્ર શોધ કરેલી માની, તેને પ્રાધાન્ય આપે છે, પણ અમારા આયુર્વેદે, એ વિદ્યાને એટલો માટે પ્રચાર કર્યો છે કે, સૂર્યનાં કિરણથી મનુષ્ય શરીર પર થતી અસર ટાળવા માટે ઋતુ જતુમાં પહેરવાનાં કપડાં જુદાં જુદાં બતાવ્યાં છે અને એ બાબતમાં જેટલે ઊંડો વિચાર કરતા જઈએ, તેટલે તેટલે ફાયદે અને ચમત્કાર દેખાતે જાય છે.
કલેએપથી એટલે માત્ર માટીથી રોગ સારા કરવાની વિદ્યા. જો કે આ પથી સંપૂર્ણ રૂપમાં જાહેરમાં આવી નથી. પણ એના
For Private and Personal Use Only