________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
- - -
- -
-
-
-
આયુર્વેદ અને વર્તમાન “પથી આ ૧૧ પરમાણુઓ જેમ પ્રમાણમાં ઓછાં આપવામાં આવે, તેમ તે વધારે ફાયદો કરે છે. વિશેષમાં જેમ હેમિપથીકારો પિતાનાં દ્રવ્યને ખાંડની સાથે મેળવી, તેને ઘણા ભાગમાં વહેંચી નાખે છે, તેમ આયુર્વેદના આચાર્યો નહિ કરતાં, રોગને અનુકૂળ તેની પીડાને હારક ને પ્રકૃતિને માફક આવે તેવાં વસાણાં લઈ તેમાં અમુક ભાગે એક દ્રવ્યને મૂકી, તેને વિધિપૂર્વક ભાવના આપી, ઘણાજ નાના પ્રમાણમાં ગળીઓ વાળી, તે ગેળીને મેગ્ય અનુપાન સાથે આપવાથી શરીરનાં જુદાં જુદાં તમાં પ્રવેશી રગને નિમૂળ કરે છે. દાખલા તરીકે ચૂંઠ, મરી, પીપર, હરડાં, બેડાં, આમળાં, ટંકણખાર, અક્કલગરો અને ચિત્રો; એ વસાણાં એકેક તેલ લઈ, તેમાં તામ્રભસ્મ તેલે એક નાખી, તેને બારીક વાટી, ત્રણ વખત આદુના રસમાં ઘૂંટી, પછી ત્રણ વખત ચિત્રાના રસમાં ઘૂંટી, પછી પાંચ વખત લીંબુના રસમાં ઘૂંટી, તેની મગ જેવડી ગેળી કરવામાં આવે, તે એ પ્રમાણે ઘૂંટાયલી વસ્તુઓની મગ જેવડી ગેળી. માં, દશમે ભાગે તામ્રભસ્મ આવે, એટલે ઘણાજ ઓછા પ્રમાણ માં આવેલી તામ્રભસ્મવાળી ગળી જે કે તાંબાને ગુણ સામાન્ય રીતે વન્તિ અને ભ્રાંતિ કરાવનાર ગણાય છે, છતાં આ ગોળીથી વાતિ બ્રાંતિ મટી જાય છે, એટલે હેમિયોપથીના સિદ્ધાંત પ્રમાણે આયુર્વેદ પણ “વિપક્વ વિપૌપધ”ને ઉપદેશ કરે છે. એટલે હેમિયોપથીનાં મૂળતત્ત્વ પણ આયુર્વેદમાંજ છે.
બાકીની પથીઓ જેવી કે હાઈડોપથી, કોપથી, કલેઓપથી વગેરે ઘણી પીઓ વતે છે; પરંતુ તે પૈકીની એકજ પથીથી બધા રોગો સારા થઈ શકતા નથી. હાઈપથી એટલે માત્ર પાણી થીજ રેગે સારા કરવાની વિદ્યા. તે તેના પ્રમાણમાં ગમે તે કામ કરતી હશે, પણ અમારા આયુર્વેદમાં પાણીના સ્થાન પરત્વે, દેશ પરત્વે, કટિબંધ પર અને જમીન પરત્વેના જુદા જુદા ગુણને
For Private and Personal Use Only