________________
R
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે. આ સપ્તમ દેવ, ધર્મ અને ગુરૂતત્વની યથાર્થ શુદ્ધિ પ્રાપ્ત થવી, એ દ્રવ્ય સમ્યકત્વ કહેવાય છે તથા જે આત્મસ્વરૂપમાં રમણ તે ભાવ સમ્યકત્વ કહેવાય છે અને બેલિબીજ પણ તેજ કહેવાય છે. એ સમ્યકત્વ પ્રાપ્ત થવાથી જ મનુષ્ય આહંત ધમને અધિકારી થઈ શકે છે. શ્રાવકત્વ અથવા જૈનત્વ પ્રાપ્ત કરવામાં સમ્યકત્વગુણની પૂર્ણ અપેક્ષા રહેલી છે. જેના ત્રિવિધગ ઉપર સમ્યકત્વની શુદ્ધ છાપ પડી હોય તેજ મનુષ્ય ખરું ભવ્યત્વ મેળવીને આહંતધર્મને ઉપાસક થઈ અને ચતુર્વિધ પુરૂષાર્થ સાધી વિધના પ્રેમને પાત્ર બને છે.. એવા આહંત ધર્મના મૂલસ્થાનરૂપ સમ્યકત્વ ગુણનું મહાસ્ય દર્શાવવાને આ અધિકાર આરંભ કરવામાં આવે છે.
સર્વ ધર્મની અંદર સમ્યકત્વની પ્રધાનતા.
વપજ્ઞાતિ. सुरेषु शक्रो मनुजेषु चक्री, नगेषु मेरुद्युतिभृत्सु सूरः । तारासु चन्द्रो भुजगेषु शेषः, पयोनिधिः सर्वजलाशयेषु ॥ १॥
વગ્રા. रत्नेषु वृक्षेषु गवां गणेषु, चिन्तामणिः कल्पतरुर्युधेनुः । एते यथा मुख्यपदं भजन्ति, धर्मेषु सम्यक्त्वमिदं तथैव ॥ २ ॥
युग्मम्. જેમ દેવતાઓમાં ઈદ્ર, મનુષ્યમાં ચક્રવતી, પર્વતેમાં મેરૂ, તેજસ્વીઓમાં સૂર્ય તારાઓમાં ચંદ્ર, સપમાં શેષનાગ, સર્વ જલાશયોમાં સમુદ્ર, રત્નમાં ચિન્તામણિ, વૃક્ષામાં કલ્પવૃક્ષ, ગાયમાં કામધેનુ, મુખ્યપદને પામે છે, તેમ સર્વ ધર્મોમાં સમ્યકત્વ મુખ્યપદને પામે છે. ૧-૨. ધાર્મિક ક્રિયાઓ સમ્યકત્વ સેવનની સાથેજ કલ્યાણકારી થાય છે. તે
ઉપનાતિ. व्रतानि दानानि जिनार्चनानि, शास्त्राणि तीर्थानि गुणार्जनानि । क्रियाजपध्यानंतपांसि सर्व, सम्यक्त्वसेवासहितं शिवाय ॥ ३ ॥
વ્રત, દાને, જિનપૂજા, શાસ્ત્રો, તીર્થો, ગુણેનું ઉપાર્જન, ક્રિયા, જપ, ધ્યાન, અને તપ-એ સર્વ સમ્યકત્વની સેવાસહિત હોય તે જ કલ્યાણ માટે થાય છે. ૩.