________________
૪૧
છે. આપના શરીને સારી સુખાકારી પ્રાપ્ત થાય. આવા ઉગ્ર તપ કરવાની શક્તિ પ્રાપ્ત થાય તથા આત્માના કલ્યાણ રૂપ થાય. એજ અભિલાષા.
—ઝવેરી પા જૈન સ`ઘ અમદાવાદ
જૈનયુવક મ`ડળ સુરેન્દ્રનગર
તા. ૨૮-૧૦-’૮૦
આપના પૂજ્યતમ દેહે સુખશાતા હશે. છેલ્લાં ૩૦૦ વર્ષના ઈતિહાસમાં ન અનેલ તથા ન કલ્પી શકાય તેવી મહાન તપશ્ચર્યાં આપે કરી છે. આપે ૧૦૮ ઉપવાસ કરી આપણા જૈનશાસનના ઇતિહાસમાં આપનું નામ સુવર્ણાક્ષરે આરૂઢ કર્યુ છે. તે ખરેખર આપણા શાસન માટે ખૂબ ગર્વની વાત છે. આપની અનુમોદના કરી શકાય તેવા શબ્દો અમારી પાસે નથી.
આપનુ’ ૧૦૮ ઉપવાસનું પારણું આવતી કાલે છે. અને તે પારણું ખૂબ જ સુખશાતાપૂર્વક થાય તેવી શાસન દેવને પ્રાર્થના.
નટવરલાલ એસ. શાહ
તા. ૨૮-૧૦-’૮૦
પરમ પૂજ્ય મહા તપસ્વી શાંત મૂર્તિ મુનિશ્રી રત્નાકર વિજયજી મ. સા.