________________
સર્વ સંખ્યા શ્રી મહાવીર
પ
બાર વરસ, છ માસ તથા અદ્ધમાસ, આટલે કાળ શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણે રહ્યા તે વખતે તેમણે જે તપસ્યા કરી, તે આ પ્રમાણે-એક છમાસી તપ, એક બીજું છમાસી તપ પાંચ દિવસ ન્યૂન, નવ ચાતુર્માસી તપ, બે ત્રિમાસિક તપ, બે અઢી માસિક તપ, છ દ્વિમાસિક તપ, બે દોઢ માસિક તપ, બાર મા ખમણ, તેર પક્ષખમણ, બે દિવસની ભદ્ર પ્રતિમા, ચાર દિવસની મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, બસે ઓગણત્રીશ છઠ્ઠ, બાર અઠમ, ત્રણ ઓગણપચાસ પારણાના દિવસ તથા એક દીક્ષાને દિવસ, સર્વ મળી બાર વરસ સાડા છ માસ થયા. આ તપ યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. શક્તિ ન હોય તેણે આ સર્વ તપમાંથી કોઈ પણ તપ શક્તિ તથા કાળને અનુસરીને કરે. ઉદ્યાપનમાં શ્રી મહાવીરસ્વામીની મોટી
સ્નાત્ર વિધિએ સ્નાત્ર કરવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી. છ વિગઈના પફવાન્ન, વિવિધ ફળ વિગેરે કવાં. (ધૂમ મણ ૧, ઘી મણ ) સંઘ વાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામકર્મને બંધ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “શ્રી મહાવીરના થાય નમઃ” એ મંત્રના ગરણાંની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.