________________
૧૯૨
તપોરત્ન નાકર
કહેવર એટલે નળ રાજા પિતાને આ પરાભવ સહન કરી શકશે નહિ અને તે દધિપણે રાજાને લઈ અત્રે શીઘ આવી પહોંચશે.
દમયંતીની યુક્તિ સફળ થઈ. પશુઓ પણ પિતાની સ્ત્રીને પરાભવ સહન કરી શકતા નથી તે નળ જેવો ક્ષત્રિય અને પ્રતાપી પુરુષ કેમ સહન કરી શકે ? માત્ર એક દિવસને જ સમય શેષ હોવા છતાં વિદ્યા પ્રભાવથી તે દધિપર્ણને લઈ સ્વયંવર મંડપમાં હાજર થયે. દમયંતીએ તેમને ઓળખી લીધું અને કહ્યું કે વનમાં સૂતી મૂકીને ચાલ્યા ગયા હતા પણ હવે મને જાગતીને છેડીને કયાંય પણ જઈ શકશે નહિ. નળે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું અને આનંદ ફેલા ભીમરાજાએ પોતાનું રાજ્ય નળને સુપ્રત કરી દીધું.
બાદ નળ રાજવી પ્રિયા સાથે પોતાની કોશલા નગરીએ આવ્યું. પુનઃ ઘનકડામાં કુબેરને જીતી લઈ સ્વરાજ્યની પ્રાપ્તિ કરી.
વિવિધ વિલાસે ભેગવ્યા બાદ, પિતાના પુષ્કર નામના પુત્રને રાજ્ય સેપી બંનેએ દીક્ષા લીધી.
દીક્ષા–સમયમાં પણ દમયંતી પ્રત્યે આકર્ષણ રહ્યા કરતું હોવાથી નળરાજાએ પ્રાંતે અનશન કર્યું અને કાળ કરીને લેકપાલ થયા. દમયંતી પણ ચારિત્ર પાળી, દેવલેકે જઈ વસુદેવની કનકવતી નામની પત્ની થઈ. બાદ શ્રી નેમિનાથ ભગવંત પાસે દ્વારિકાને નાશ અને પાયનને ઉપદ્રવ જાણી,