________________
પાષદશમી તપ
૩૫૩
શ્રેણિક મહારાજાએ રાજગૃહીના ઉદ્યાનમાં ભગવંત મહાવીરસ્વામીને પ્રશ્ન કર્યા કે ભગવંત! પાષ માસમાં કર્યો દિવસ ઉત્તમ ગણાય ?
ભગવતે કહ્યું કે-પાષ દશમના દિવસ ઉત્તમ વિસ છે. શ્રેણિક મહારાજાએ પુનઃ પૂછ્યું કે તેનું કારણ શું ? તેમજ તે દિવસના આરાધનથી કોને કેવું ફળ પ્રાપ્ત થયું ?
ભગવત મહાવીરે શ્રેણિક રાજાને જણાવ્યું કે—ાષ દશમ એ મારા પુરગામી તેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવતના જન્મદિન છે, તે કારણે તેનુ અતિ માહાત્મ્ય છે. તે દિવસના આરાધનથી સુરદત્ત શ્રેષ્ઠીને ગયેન્રી ઋદ્ધિ સાંપડી અને છેવટે સિદ્ધિગતિ પ્રાપ્ત કરશે. આ સ`ખધી સક્ષિપ્ત વૃત્તાંત નીચે પ્રમાણે છે.
વાણારસી (કાશી) નગરીમાં અશ્વસેન રાજાની વામા રાણીની કૂખે ચૌદ સ્વપ્નથી સૂચિત શ્રી પાર્શ્વનાથના પાષ વિદ દશમના રોજ જન્મ થયા. તેઓશ્રીના જન્મથી રાજ્યમાં સર્વત્ર આનંદ પ્રસર્યાં, અશ્વસેન રાજાએ દીનયાચક જનેાને સારા પ્રમાણમાં દાન આપી સતાષિત કર્યાં.
કુશસ્થળના પ્રસેનજિત રાજાને પ્રભાવતી નામની સર્વાંગુણસંપન્ન અને અપૂર્વ લાવણ્યવતી રાજકુમારી હતી. કલિ’ગદેશના યવન રાજાએ પ્રભાવતીને પ્રાપ્ત કરવા માટે કુશસ્થળને ઘેરે ઘાલ્યા. પ્રસેનજિત રાજવીએ અશ્વસેન રાજવીની સહાય માગી. પિતાશ્રીને અટકાવી શ્રી પાર્શ્વનાથ
ત–૨૩