________________
૩૯૨
તપોરત્ન રત્નાકર
આ ભવ તથા પરભવને વિષે સુખસ'પદ્મા પામે છે. તે તપને દિવસે પોષધ કરવા. પારણાને દિવસે ગુરૂને પ્રતિ લાભીઅતિથિ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વિગેરે માર
ખાર કરવા,
૧૪ર. શિવકુમારના બેલા (છઠ્ઠુ) તપ (જે પ્ર. જે. સિ.)
[નમસ્કાર મહામ ંત્રના આરાધનને અંગે આ તપ કરવામાં આવે છે. શ્રી નવકાર મહામંત્રના આરાધનથી કેટલાય પ્રાણીઓ ભવજલ તરી ગયા છે, પણ નવકાર મટ્ઠામંત્રના પ્રચલિત વાંછિત પૂરે વિવિધપરે, શ્રી જિનશાસન સારા નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતા જયજયકાર” આ છંદમાં જે તેર દષ્ટાંતા દર્શાવ્યા છે તેમાં શ્રી શિવકુમારના ઉલ્લેખ છે જેમ કે
નવકાર થકી શ્રીપાળ નરેસર, પામ્યા રાજ્ય પ્રસિદ્, રમશાન વિષે શિવનામકુમારને, સાવનપુરુષા સિદ્ધ
આ પ્રમાણે ઉલ્લેખાયેલ શ્રી શિવકુમારનુ સક્ષિત કથાનક નીચે પ્રમાણે—
રત્નપુરના યશે।ભદ્ર શ્રેષ્ઠીને શિવકુમાર નામના પુત્ર હતે. શ્રેષ્ઠી પાસે લક્ષ્મી ઘણી હતી. શિવકુમાર બાળવયથી જ કંઈક વિમાગે ચઢી ગયા અને તેને પરિણામે લક્ષ્મીના મેટા વ્યય થવા લાગ્યા. શેઠે તેને સુધારવા માટે અનેક પ્રયાસો કર્યાં, પણ શિવકુમાર પર તેની કંઈ અસર ન થઈ,