________________
મેરુત્ર દશી તપ
૩૧
દશ હજાર મુનિવર સાથે અનશન સ્વીકાર્યું. ત્રીજા સુષમદુષમ નામના આરાના નેવાસી પખવાડીયા બાકી રહ્યા ત્યારે પિવા વદ તેરશના રોજ પૂર્વાહ્ન સમયે, ચંદ્ર અભિજિત્ નક્ષત્રમાં હતું ત્યારે પર્યકાસને બિરાજેલા પરમાત્મા લેકાગ્ર-સિદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા. પરમાત્માના અગ્નિસંસ્કારની ભૂમિની નજીક અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજાએ ત્રણ કેશ ઊંચો ને એક જન લાંબ-પહોળો સિંહનિષદ્યા પ્રાસાદ કરાવ્યો અને તેમાં વીશ તીર્થંકર પરમાત્માઓની માન, લાઈન અને વર્ણયુક્ત પ્રતિમાઓ સ્થાપી, આને લગતું વિશેષ વર્ણન તપ નં. ૭૪ અને તપ ન. ૯૮ માં. જણાવેલ છે. ]
આ તપને ગુજરાતી માસ પ્રમાણે પિષ વદ તેરસને દિવસે આરંભ કરાય છે. તે દિવસે શ્રી બાષભદેવ સ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, તેથી આ દિવસનું માહામ્ય ઘણું મોટું છે. તે દિવસે ચઉવિહાર ઉપવાસ કરે. (શક્તિ ન હોય તે તિવિહાર કરે. ) રત્નના પાંચ મેરુ કરવા તેમાં ચાર દિશાએ ચાર નાના મેરુ કરવા. રત્નના ન બને તે થના કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવત કરવા. દીપ, ધૂપ પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એ રીતે તેર મહિનાની અથવા તેર વરસની ત્રાદશી કરવી. “ હી શ્રી અષભદેવ પારંગતાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગણવું. આ રીતે મહિને મહિને કરવાથી સર્વ કર્મને ક્ષય થાય છે.