________________
૩
તરત્ન ૨નાકર
ઉત્તર–વીશસ્થાનક તપ તથા અષ્ટકર્મસૂદન તપ એ બે તપમાં અસ્વાધ્યાયના ત્રણ દિવસ ગણવા નહીં અને આંબિલવર્ધમાન તપમાં તે એ ત્રણ દિવસ ગણાય છે, એવી પરંપરા છે.
પ્રશ્ન ૩૬–પાખીને છડું કરીને મહાવીર સ્વામીના છઠ્ઠમાં નાખીએ, અને પાખીને ઉપવાસ સ્વાધ્યાયાદિવડે પૂર્ણ કરીએ, તે આ છઠ્ઠ મહાવીર સ્વામીના છઠ્ઠમાં આવે કે નહીં ?
ઉત્તર–અલ્પ શક્તિમાન મનુષ્ય જે પાક્ષિક છઠ્ઠને. મહાવીરસ્વામીના છઠ્ઠમાં નાખે તે ચાલી શકે, પણ પાક્ષિક તપ ઉપવાસાદિક કરીને જલદીથી પૂરો કરે.
પ્રશ્ન ૩૭–મહાવીરસ્વામીના છઠ્ઠને પારણે બેસણું વિગેરે કરવું જોઈએ? કે શક્તિ પ્રમાણે કરવું ?
ઉત્તર–શક્તિ પ્રમાણે કરવું.
પ્રશ્ન ૧૫૭–અષ્ટકર્મસૂદન તપ જે ઉપવાસવર્ડ કરવાની શક્તિ ન હોય, તે આંબિલથી કરી શકાય કે નહીં?
ઉત્તર–જે ઉપવાસ કરવાની સર્વથા શક્તિ ન હોય તે આંબિલવડે પણ થઈ શકે છે. (આ ઉત્તર ૧૫૮ ઉત્તરપ્રકૃતિ આશ્રયી તપને માટે સંભવે છે.)
પ્રશ્ન ૯૯ –પહેલે દિવસે ચેવિહાર ઉપવાસ કરી બીજે દિવસે તિવિહાર ઉપવાસ કરે. એ પ્રમાણે છ કરવાથી તે મહાવીરસ્વામીના છઠ્ઠમાં નાંખી શકાય કે નહીં?
ઉત્તર—બે ઉપવાસ જુદા જુદા કરેલા હોવાથી મહાવીરસ્વામીના છઠ્ઠમાં ગણી શકાય નહીં, કારણ કે ર૨૯ છઠ્ઠ