________________
પ્રશ્નોત્તર
૩૯૫
તપના આરંભમાં છઠ્ઠ ઉચ્ચરવામાં આવે છે, તેથી તે પ્રમાણે જ કરવો જોઈએ પરંતુ આલેચવામાં આવી શકે.
પ્રશ્ન ૧૪૧–પહેલે દિવસે ચોવિહાર ઉપવાસ કરીને બીજે દિવસે પૂર્વના ઉપવાસને સાથે રાખીને છઠ્ઠનું કે અક્રમ વિગેરેનું પચ્ચખાણ કરી શકાય કે નહીં?
ઉત્તર–પહેલે દિવસે એક ઉપવાસનું પચ્ચખાણ લીધેલું છે, પણ છઠનું લીધેલું નથી, જે બીજે દિવસે છઠ્ઠનું પચ્ચકખાણ લે તે પછી ત્રીજે ઉપવાસ પણ કરે પડે. આ પ્રમાણે સમાચારી છે.
શ્રી હીરપ્રશ્ન પ્રશ્ન ૩૪–સાંવત્સરિક, પાક્ષિક, અષ્ટમી, રોહિણી ઈત્યાદિ તપ ઉચ્ચરેલા હોય તેમાંનાં બે તપ એક દિવસે આવતા હોય અને છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે કર્યો તપ કરે ?
ઉત્તર–છઠ્ઠ કરવાની શક્તિ ન હોય તે જે તપ પહેલે આવે તે કરે, પછવાડેને તપ પછી કરી આપે.
મેહનીય કર્મસંબંધી ૨૮ અઠ્ઠમ કરતાં વચ્ચે તિથિ સંબંધી તપ કે રોહિણી આવે તે ચાલતા તપથી ચાલી શકે. ઇતિ સેનપ્રને.