________________
પ્રશ્નોત્તરે
૩૯૩ ઉત્તર–બસે ઓગણત્રીશ છઠ્ઠ તપ ઉચ્ચર્યો હોય તેણે છ જ કરવા જોઈએ, એકાંતર ઉપવાસ કરી શકાય નહીં.
પ્રશ્ન ૧૨૯–આશ્વિન તથા ચૈત્રના અસ્વાધ્યાયના દિવસમાં જે ઉપવાસ કરાય તે વીશસ્થાનકની ઓળીમાં ગણી શકાય કે નહીં?
ઉત્તર—આશ્વિન તથા ચૈત્રના અસ્વાધ્યાયના દિવસમાં સાતમ, આઠમ તથા નેમ એ ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વિશસ્થાનકની ઓળીમાં ગણાય નહીં.
પ્રશ્ન ૨૦૦–ચૈત્ર તથા આશ્વિનના અસ્વાધ્યાયના દિવસમાં જે તપ કર્યો હોય તે રોહિણી તપમાં અને આલેચનાદિમાં ગણી શકાય કે નહીં ?
ઉત્તર–સાતમ, આઠમ અને તેમને દિવસે કરેલ તપ આલેચનામાં ગણાય નહીં. તથા રહિણી અને તેની જેવા જ બીજા (એટલે કે જે તપ ભૂલી જવાય તે આ તપ નિષ્ફળ થાય, અને ફરીથી શરૂ કરવો પડે એવા) તપમાં ગણી શકાય છે, પરંતુ અન્ય તપમાં ગણવા નહીં.
(ઉલ્લાસ ચે) પ્રશ્ન ૧૫૬–વિશસ્થાનક તપ, અકર્મસૂદન તપ, તથા આંબિલ વર્ધમાન તપ, અસ્વાધ્યાયના ત્રણ દિવસમાં (ચૈત્ર તથા આધિન શુકલપક્ષની સાતમ, આઠમ અને નેમમાં) ગણાય કે નહીં?