________________
તીર્થ તપ
૩૮૭
૧૫૯ તીર્થતપ. (શ્રા.) તીર્થે જવાના મુહર્તાને દિવસે કે તીર્થે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીર્થ તપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ક૬૩ મે પાને છે.) દર વર્ષનું ગરણું “ હી તીર્થાધિરાજાય નમઃ” સમજવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા.
૧૬૦. પ્રાતિહાર્ય તપ. (ર. વિ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ર૪ દિવસોએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગરણું હી” “નમો અરિહંતાણું” પદનું વીશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર બાર સમજવા.
૧૬૧. પંચરંગી તપ. (પ્ર.) આ તપમાં ૨૫ માણસે હોવાં જોઈએ. તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં. ત્રીજે દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં. એથે દિવસે ચોથા પાંચ માણસે બે ઉપવાસનાં પચ્ચખાણ કરવાં. પાંચમે દિવસે બાકીના પાંચ માણસે ૧ ઉપવાસનાં પચ્ચક્ખાણ કરવાં આ