________________
૩૬૪
તપાન ૨નાકર
પરમાત્માને પારણાને દિવસે શુદ્ધ એષણીય આહાર ન મળે એટલે તેઓશ્રીએ ઉપવાસ શરૂ કર્યા. પરમાત્મા પ્રત્યેની ભક્તિથી કે તેમની સમક્ષ અવ, ગજ, મૂલ્યવાન વસ્ત્રો, ઉત્તમ આભૂષણો વિગેરે પદાર્થો ધરવા લાગ્યા, પરંતુ પરમાત્માને તે પૈકી કઈ પણ વસ્તુ કલ્પતી નહતી. પારણા માટે
–શુદ્ધ આહાર ન મળે ત્યાંસુધી પરમાત્માએ ઉપવાસ શરૂ રાખ્યાં. કચ્છ મડાચ્છાદિએ શરૂઆતમાં તે પરમાત્માનું અનુકરણ કર્યું પરંતુ છેવટે તેઓની ધીરજ ખૂટી અને વનમાં જઈ કંદ-મૂળનું ભક્ષણ કરનાર તાપસ બન્યા.
પરમાત્મા એકાકી વિચરતાં હસ્તિનાપુર પધાર્યા. દીર્ઘ તપસ્વી ભગવંતને પારણા માટે લેકોએ વિવિધ ભેટણ ધર્યા. વારંવાર વિજ્ઞપ્તિ કરી છતાં તે પૈકી પરમાત્માને કપે તેવી એક પણ વસ્તુ ન હોવાથી પરમાત્માએ કઈ પણ સ્વીકાર્યું નહિ એટલે કે એ, ખેદ પામીને કેલાહલ કરી મૂકો. અચાનક લેકેને કૈલાહલ સાંભળી રાજમંદિરમાં બેઠેલા ભરત મહારાજાના પૌત્ર અને સમપ્રભ રાજવીને પુત્ર શ્રેયાંસકુમારે પ્રતિહારીને તપાસાર્થે મોકલ્યા. પ્રતિહારીએ ભગવંતનું આગમન જણાવ્યું. પરમાત્માનું આગમન સાંભળી શ્રેયાંસકુમાર ઊઘાડે પગે તેમની સન્મુખ દે. પરમાત્મા પણ તેમના આંગણમાં જ પધારી રહ્યા હતા. પરમાત્માને જોતાં જ શ્રેયાં. સકુમારને કુદરતી ભાસ થયે કે–પૂર્વે કયાંય મેં ભગવંતને જોયા છે. વારંવાર ઊહાપોહ કરતાં તેને તરત જ જાતિ
મરણ જ્ઞાન થયું અને તેના પ્રભાવથી જાણ્યું કે પૂર્વે પર માત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વજાનાભ ચક્રવતી હતા ત્યારે હું