________________
૩૬૬
તપોવન ૨નાકર
આવતું હોય તે ઉપવાસ કરે.) છેલ્લે દિવસે દેવગુરુની પૂજાપૂર્વક સંધવાત્સલ્ય કરી પારણું કરવું. “ હી” શ્રી ત્રાષભદેવનાથાય નમઃ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
બીજી રીત–શ્રી કષભદેવસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ ૩૬૦ ઉપવાસને છે. તેથી તેને આશ્રયીને ૩૬૦ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. બીજું સર્વ ઉપર પ્રમાણે,
હાલમાં આ તપ કરવાને પ્રચાર આ પ્રમાણે છે.–ફાગણ વદ ૮ને દિવસે ઉપવાસથી શરૂ કરી એકાંતરે પારણે બેસણું કરી તેર મહિને ૧૧ દિવસે એટલે અખાત્રીજને દિવસે પારણું કરે છે. પારણે ૧૦૮ ઘડા શેરડીના રસના અથવા સાકરના પાણીના પીએ છે. (ઘડ રૂપાને અતિશય નાને બનાવે છે.)
આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ. તથા ચઉદશને ખાધાવાર ન આવવું જોઈએ, તેમ ત્રણ
માસીના (૧૪-૧૫ના) છઠ્ઠ કરવા જોઈએ અને છેવટે છઠ્ઠથી એ છે તપે પારણું ન કરવું જોઈએ પારણે શેરડીને રસ પીવાને છે, તે પણ તાજો જ હોય તે પીવાય, કારણ કે બે પહોર પછી શેરડીને રસ લઘુપ્રવચનસારદ્વારમાં અભક્ષ્ય કહ્યો છે. તેવા રસના અભાવે સાકરના પાણીથી પણ ચાલે છે.