________________
શત્રુંજયમાદક તપ
૩૬૭ ૧૩૮. છમાસી તપ. * [જ. પ્ર. વિગેરે ]
શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦) તપ છે. તેથી તેને આશ્રયીને એકસો એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદ્યાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢાકવાં. “હી શ્રી મહાવીરસ્વામીનાથાય નમઃ” એ પદનું ગરણું નવકારવાળી વીશનું ગણવું. સાથીયા વિગેરે બાર બાર કરવા.
એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચઉદશે ખવાય નહીં. માસીને છઠ્ઠ કરવો. શરૂ કરતાં છટ્ર તેમજ પારણું પણ છ થાય છે. (આ છમાસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.)
૧૩૯ શત્રુંજયદક તપ. (જ. પ્ર. વિગેરે)
આ તપમાં પહેલે દિવસે પુરિમઠુ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચેાથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉદ્યાપને પાંચ માણાના મેદક તથા પાંચ રૂપિયા દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “ હીર શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા.
*આ ૧૮૦ ઉપવાસ પારણાવાળા શક્તિને અભાવે કહ્યા છે, નહીં તો આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા(ચંપાબા)એ લાગઠ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કરેલ છે એવો લેખ છે.