________________
૩૫૬
તપોવન રત્નાકર પર જાણે પાણી સમાતું ન હોય તે દેખાવ થઈ રહ્યો. સાત અહોરાત્રિ પર્યંત મુશળધાર વૃષ્ટિ થવાથી પરમાત્માની નાસિકા પર્યત જળ આવી લાગ્યું તેવામાં ધરણેકનું આસન કંપાયમાન થયું. અવધિજ્ઞાનથી મેઘમાલી દેવનું આ દુકૃત્ય જાણી વેગપૂર્વક પરમાત્મા પાસે આવી, વિજ્ઞપ્તિ કરી તેમના પર પોતાની ફણાનું છત્ર કર્યું. ધરણેન્દ્ર મેઘમાલી દેવને તેના દુષ્કૃત્ય માટે ઉપાલંભ આપે. મેઘમાલી પણ પરમાત્માની નિશ્ચલતા અને સમભાવ પાસે પિતાને પરાભવ સ્વીકારી, પરમાત્માને નમી, ખમાવીને ચાલ્યા ગયે. ધરણેન્દ્ર પણ પરમાત્માની પ્રાર્થના કરી સ્વસ્થાને ગયે.
પરમાત્મા ત્યાંથી વિહાર કરી આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યા અને ચૈત્ર વદ ચોથને દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અનેક ભવ્ય અને પ્રતિબંધી, પિતાને નિર્વાણ સમય નક જાણી શ્રી સમેતશિખર પર પધાર્યા. ૭૦ વર્ષ દીક્ષિત જીવન અને ૩૦ વર્ષ ગૃહસ્થજીવન-કુલ એક સે વર્ષનું આયુષ્ય ભેગવી, શ્રી સમેતશિખર પર તેત્રીસ મુનિવરે. સાથે એક માસના અનશનપૂર્વક નિર્વાણ પામ્યા.
શ્રી પાર્શ્વનાથ ભગવતનું આયનામકર્મ અતિશય હતું તેથી સર્વત્ર વિશેષ પૂજન તેમજ આદરને પાત્ર બન્યા છે.
સુરેન્દ્રપુર નગરમાં નરસિંહ રાજાને ગુણસુંદરી રાણી હતી. તે જ નગરમાં સુરદત્ત શ્રેષ્ઠીને શીલવતી નામની પત્ની હતી. શ્રેણીને અઢળક ધન હતું પણ મિથ્યાત્વથી વાસિત હતા.