________________
પોષ દશમી તપ
૩પ૭
એક વખત માલના અઢીસે વહાણ ભરીને રત્નદ્વીપે મિકલ્યા. કય વિકય કરતાં ઘણે નફે મળે. બીજા કરિયાણાં ભરી વહાણે પાછા ફરતાં હતાં તેવામાં સમુદ્રમાં વાવંટોળ ઉત્પન્ન થયા અને તે બધા વહાણ કાળકૂટ કીપે જઈ ચઢયા. વહાણે પાછા ન ફર્યા પરંતુ ઘરમાં નિધાનરૂપે રાખેલ અગિયાર ઝાડ સેનિયા પણ કેલસામાં ફેરવાઈ ગયા. પાંચ ગાડાં માલ ભરીને આવતા હતા તેને લૂંટારાઓ તૂટી ગયા. આ પ્રમાણે અણધારી ઉપાધિથી એક વખતના સર્વશ્રેષ્ઠ શ્રીમંત સુરદત્ત શ્રેષ્ઠી રંક બની ગયે. ધન ચાલ્યા જતાં નગરશેઠ તરીકેને માન-મરતબ પણ ચાલ્યા ગયે. જેને પડ્યો બોલ ઝીલી લેવામાં આવતું હતું ત્યાં તેમની સામે નજર નાખનાર પણ કેઈ ન રહ્યું.
કાળગે દેવેદ્રસૂરિ તે નગરમાં પધાર્યા. નરસિંહ રાજવી દબદબાપૂર્વક વંદનાર્થે ગયે સુરદત્ત શ્રેષ્ઠી પણ દેખાદેખીથી ગયે. સૂરિ મહારાજની દેશના સાંભળવાથી તેના હૃદયમાં અપૂર્વ શાંતિ પ્રસરી. દેશના બાદ સૌના ચાલ્યા જવા પછી એકાંતમાં ગુરુમહારાજે તેને જીવનું સર્વ સ્વરૂપ સમજાવી, તપશ્ચર્યાને મહિમા પણ દર્શાવ્યો. સુરદત્ત શ્રેષ્ઠીએ ગુરુમહારાજની સૂચનાથી પિષદશમની આરાધના શરૂ કરી. આરાધનાને માત્ર દશ મહિના વીત્યા ત્યાં તે અઢીસે વહાણે માલ સાથે સહીસલામત પાછા આવ્યાં. ઘરમાં દાટેલું નિધાન પ્રગટ થયું અને આનંદ પ્રસર્યો. “પિષદશમીને આ પ્રભાવ જાણ સુરદત્ત શ્રેષ્ઠીએ સવિશેષપણે આરાધના શરૂ કરી. નગરશેઠની પદવી પણ પુનઃ પ્રાપ્ત થઈ.