________________
તપેારત રત્નાકર
નગરમાં આ હકીકતની જાણુ થતાં જ લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યા. રાજા-રાણી પણ આવ્યા અને ચંદનમાળાને ધન્યવાદ આપવા લાગ્યાં.
૩૧૦
એવામાં એક સીપાઈ આવ્યે. ચંદનાના પગમાં પડી રડવા લાગ્યા. આવા હર્ષોંના પ્રસ ંગે તેને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે-આ ચંદના ચંપાનગરીની રાજકુમારી વસુમતી છે. હું તેને સેવક હતા. તેમની આવી દશા નીહાળી મને રડવું આવે છે. કયાં તે વૈભવ અને કયાં આજની ગુલામી દશા ? શતાનિક રાજા મને કેદ પકડી અહીં લાવ્યા હતા તેથી મને દુઃખ થયેલુ, પણ ચંદનાના આવા દુઃખ આગળ મારું દુઃખ શા હિસાબમાં ?
સૈનિકની આ હકીકત સાંભળતાં જ શતાનિક રાજાની રાણી મૃગાવતી મેલી દે–ધારિણી | મારી બહેન થાય. તેની પુત્રી વસુમતી ચંદના), ચાલ બહેન, મારે ત્યાં રાજમહેલમાં રહેજે. અને ચંદના માસી મૃગાવતી સાથે રાજમહેલમાં ગઇ.
રાજમહેલમાં રહેવા છતાં ચંદનાના જીવ વૈભવવિલાસમાં ચાંટતા નથી. તેને ફક્ત પરમાત્મ-ચિ'તવન અને ધર્મ-ધ્યાનની જ લગની લાગી છે. આભૂષણા કે મેવામીઠાઇ તેને લોભાવી શકતા નથી. પ્રભુ શ્રીવીર કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પહેલાં દેશના આપતા નથી તેમજ કઇ શિષ્ય પણ કરતા નથી એટલે ચંદના તેમના કેવળજ્ઞાન પ્રાપ્તિના સમય સુધી રાહ જોઇ પવિત્ર જીવન ગાળવા લાગી.