________________
તપોરન રત્નાકર
૩૪૬
શરૂઆત નવ સમયથી થાય છે. અત્યંત સૂક્ષ્મ કાળને સમય કહેવામાં આવે છે. નિમિષમાત્રમાં અસભ્ય સમયેા વ્યતીત થઈ જાય છે. આવા નિંગાદ” સંબધી આયુના ક્ષય માટે આ તપ કરવામાં આવે છે. ]
પ્રથમ એક ઉ ષવા સ ઉપર એકાસણું. પછી એ ઉપવાસ ઉપર એકાસણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એકાસણુ, પછી એ ઉપવાસ ઉપર એકાસણુ', પછી એક ઉપવાસ ઉપર એકાસણું. એમ ચૌદ દિવસે તપ પૂર્ણ કરવા. ઉદ્યાપને ચોદ માદક ઢાકવા. આ તપનુ ફળ નિગોદના આયુષ્યના ક્ષય થાય તે છે. “ નમો અરિહંતાણુ” એ પદ્ઘની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે માર માર કરવા.
'
黑
બન્ને વિધિ. (ર. વિ. )
પ્રથમ એક ઉપવાસ પછી એકાસણું, પછી બે ઉપવાસ એક એકાસણું, પછી ત્રણ ઉપવાસ એક એકાસણું, પછી ૪ ઉપવાસ એક એકાસણું, પછી ૫ ઉપવાસ એક એકાસણુ, પછી ૪ ઉપવાસ ને એકાસણું, પછી ૩ ઉપવાસ ને એકાસણુ, પછી ૨ ઉપવાસ ને એકાસણું. પછી એક ઉપવાસ ને એકાસણુંએ પ્રમાણે કુલ ૩૪ દિવસ (૨૫ ઉપવાસ ને ૯ એકાસણાં ) કરવાથી પણ એ તપ થાય છે. ખાકીના વિધિ ઉપર પ્રમાણે જાણવા. ઉદ્યાપને ૩૪ મેદક વિગેરે પ્રભુ પાસે ઢાકવા.