________________
૨૩૮
તપેારત રત્નાકર
છતાં ભીરુની માફક નાસી ગયા. સૈનિકો જ્યાં ત્યાં ચાલ્યા ગયા. લૂંટારાએએ મને પકડી. ત્યાર બાદ તે મારા પર ઘણી વીતી પણ છેવટે હું આ નટ લેકના હાથમાં આવી. આજે તમને સને જોતાં જ મારું હૃદય ભરાઈ આવ્યું. મયણસુ દરીએ નટ લોકોને રાજી કરી સુરસુંદરીને પોતાની પાસે રાખી લીધી.
હવે માતા કમલપ્રભાએ શ્રીપાલને પેાતાનું ચંપાપુરીનુ' રાજ્ય હાથ કરવા પ્રેરણા કરી. શ્રીપાલે કાકા અજિતસેનને કહેવરાવ્યું પણ કપટી કાકા ક્યે માને ? અને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. શ્રીપાળના વિજય થયા. કાકા અજિતસેને સાધુપણું સ્વીકાર્યુ. ઘાતી કર્યાંના નાશ કરી અજિતસેન કેવળી અન્યા. વિહરતાં વિહરતાં ચપાપુરીએ આવતાં શ્રીપાળ તેમને વંદનાર્થે ગયા. દેશના બાદ પેાતાના પૂર્વ ભવ વિગેરે પૂછ્યું. આરસીમાં જેમ મુખ દેખાય તેમ કેવળી અજિતસેને શ્રીપાળના પૂર્વ ભવ જણાવ્યો એટલે શ્રીપાળે વિશિષ્ટ રીતે નવપદારાધન શરૂ કર્યું.
રાજસાહ્યબી પૂર્ણ રીતે ભાગવી, પ્રાંતે શ્રીપાળ મયણાસુંદરી વિગેરે રાણીએ નવમા દેવલાકે ઉત્પન્ન થયા. નવમા ભવે સિદ્ધિપદ પામશે.
નવપદજીના એકાગ્ર આરાધનથી શ્રીપાળ રાજાની માફક અષ્ટ મહાસિદ્ધિ ને નવનિધિ પ્રગટે છે; માટે કલિકાલના કલ્પતરુ સરખા શ્રી સિદ્ધચક્ર ભગવંતનું અનિર્દેશ ધ્યાન કરવુ.]