________________
નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ
૩૭ કુશળ અનુષ્ઠાન એટલે આત્માને હિતકારક કિયા. સામાન્ય રીતે બ્રહ્મચર્યને વ્યવહારુ અર્થ એ છે કે સ્ત્રીભેગથી રહિત થવું; મિથુનને ત્યાગ કરે.
શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી મહારાજે ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં બ્રહ્મચર્યના અઢાર પ્રકાર દર્શાવ્યા છે. दिव्यौदारिककामानां, कृतानुमति-कारितैः । मनो-वाक्-कायतस्त्यागो, ब्रह्माष्टादशधा मतम् ॥
દિવ્ય અને ઔદારિક કામને મન, વચન ને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરે–એ પ્રમાણે બ્રહ્મચર્ય અઢાર પ્રકારનું છે. “દિવ્ય” એટલે દેવ સંબંધી અને
ઔદારિક” એટલે મનુષ્ય તથા તિર્યંચ સંબંધી કામગ -મૈથુન સેવવાની ઈચ્છાને મન, વચન અને કાયાથી સ્વયં ત્યાગ કરે, બીજા પાસે ત્યાગ કરાવો અને જેઓ મથુન સેવતા હોય તેઓને સારા જાણવા નહિ.
મિથુનકામભેગેછા બે પ્રકારની છે. સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત. સ્ત્રી-પુરુષ આદિની પરસ્પર સંગ કરવાની ઈચ્છા તે “સંપ્રાપ્ત કામગ” છે. તેના હસિત, લલિત વિગેરે આઠ પ્રકારો કામશાસ્ત્રમાં વર્ણવ્યા છે. સંગ કરવાની ઈચ્છાવાળી વ્યક્તિની ગેરહાજરી હોય ત્યાં તેનું સ્મરણ કરવું. ચિંતન કરવું તેમજ સંગ કરવાની તીવ્ર અભિલાષા કરવી તે અસંપ્રાપ્ત-કામગ” કહેવાય છે.
ક્ષેત્રની રક્ષા કરવા માટે જેમ વાડ કરવામાં આવે છે