________________
નવપદની ઓળી તપ
૩૩૭
યાર ધવળશેઠનું શબ નજરે પડતાં ઘણી જ દિલગીરી થઈ. શ્રીપાળે તેની અંત્યેષ્ઠિ ક્રિયા કરી
શ્રીપાળે ઘણે દેશમાં પરિભ્રમણ કર્યું અને જાગતા
પુણ્યને કારણે તેમણે ઘણી રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું તેમજ અતુલ વૈભવ પ્રાપ્ત કર્યો. હવે તેમને માતા તથા મયણાસુંદરીને મળવાની ઈચ્છા થઈ એટલે ઉજજૈન આવી, માતાના ચરણમાં પ્રણામ કર્યો. મયણાસુંદરીએ બીજી રાજપુત્રીઓને પિતાની બહેનની માફક સાથે રાખી, સર્વે સુખપૂર્વક દિવસો પસાર કરે છે અને નવપદનું પૂર્ણ શ્રદ્ધાથી આરાધન કરે છે.
એક દિવસ નટ લેકો ઉજજૈણી નગરીમાં નૃત્ય કરવા આવ્યા. પ્રજાપાલ રાજા, શ્રીપાલ, રાજમાતા તેમજ મયણસુંદરી વગેરે રાજસભામાં એકઠા થયા છે. નટ લેકેએ નાટારંભ શરૂ કર્યો પણ અચાનક વિશ્ન આવે તેમ નટડી નાચવા ઊભી થતી જ નથી. તેને ખૂબ સમજાવવામાં આવી છતાં તે તે આ પ્રસંગે હૈયાફાટ રુદન કરવા લાગી. મય ણાએ તેને પાસે બોલાવી. આંખે આંખ મળતાં જ મયણા તેને પોતાની સગી બહેન સુરસુંદરી તરીકે ઓળખી ગઈ. મયણાસુંદરીએ તેને આશ્વાસન આપ્યું અને સર્વ હકીક્ત પૂછી.
સુરસુંદરીએ જણાવ્યું કે લગ્ન પછી વિદાય થયા બાદ રાત્રિએ અચાનક ધાડ પડી, મારા સ્વામી રાજકુમાર હોવા
તે-૨૨