________________
૩૬o
તપોરત્ન રત્નાકર પૂર્વ વૃત્તાંત અંગ દેશની ચંપા નગરીમાં સિંહરથ રાજાને કમળપ્રભા નામની પટ્ટરાણીથી શ્રીપાલ નામના પુત્રની પ્રાપ્તિ થઈ. ભાગ્યયોગે શ્રીપાલની બાળવયમાં જ સિંહેરથ રાજા સ્વર્ગવાસી બન્યા. રાજપુત્ર બાળવયન હોઈ તેના કાકા અજિતસેનની દાનત ફરી. તેણે સિંહાસન હસ્તગત કર્યું. અને શ્રીપાલનો ઘાટ ઘડી નાખવાને આદેશ કર્યો. કમળપ્રભાને આ સમાચાર મળતાં જ પુત્રને લઈને તે. ગુપ્ત રીતે નાસી ગઈ. પછવાડે અજિતસેનના સૈનિકો પડ્યા. રાણી પગે ચાલતી હતી જ્યારે પાછળ ઘોડેસ્વારો હતા. પકડાઈ જવાની બીકમાં રાણી શ્વાસભેર દોડી અને કેડ પર કુંવર રહી ગયો છે તેવામાં કેઢિયાનું એક ટોળું મળ્યું.
જીવ બચાવવાની આશાએ તેણે કેઢિયાના આગેવાનને વિનંતિ કરી. કેઢિઓએ પિતાના ટોળામાં કુંવરને સંતાડી દીધો. અને રાણી ચાલી ગઈ
થોડી જ વારમાં સૈનિક આવી પહોંચ્યા અને રાણી તથા રાજપુત્ર સંબંધી પૃછા કરી. કેઠિયાઓએ પોતાનું અજ્ઞાન દર્શાવ્યું એટલે સૈનિક ગુસ્સે થયા અને તપાસ કરવા હુકમ કર્યો. ત્યારે કોઢિયાના આગેવાને જણાવ્યું કેતમારે તપાસ કરવી હોય તે ખુશીથી કરો, પણ અમને સ્પર્શ કરતાં જ તમને કોઢને ચેપી રોગ લાગુ પડી જશે. આ હકીકત સાંભળતાં જ બીકના માર્યા સૈનિકે પાછા ચાલ્યા ગયા. કેઢિયાઓ સાથે હું મેટો થયે. મને તેઓએ પિતાને નાયક બનાવ્યો.